ભુજ – કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) ભુજની અણુવ્રત સમિતિને અણુવ્રત વિશ્વ ભારતીય સોસાયટી (અણુવિભા) દ્વારા સંસ્થાગત કાયમી સભ્યપદ (સદસ્ય ક્રમાંક ૦૪૭) પ્રાપ્ત થયું છે. આ ગૌરવપ્રદ ઉપલબ્ધી માટે અણુવિભાની કાર્યકારિણી બેઠકમાં સર્વસંમતિથી સ્થાયી સભ્યપદ મળેલ છે. આ સિદ્ધિ સમગ્ર કચ્છના અણુવ્રતના અનુયાયીઓ માટે ગૌરવની વાત છે.
અહિંસા, નૈતિકતા અને માનવમૂલ્યોની પ્રવૃત્તિઓ
ભુજની અણુવ્રત સમિતિે છેલ્લા કેટલાય વર્ષોથી અહિંસા, નૈતિકતા અને માનવમૂલ્યોના પરિપ્રેક્ષ્યમાં અનેક પ્રશંસનીય પ્રવૃત્તિઓ કરી રહી છે. શૈક્ષણિક જાગૃતિ અભિયાન,શાળાઓમાં અને કૉલેજોમાં નૈતિક શિક્ષણ માટે પ્રવચન શ્રેણીઓ,વિદ્યાર્થીઓ માટે “અણુવ્રત શું છે?” વિષયક વિશેષ વર્ગો,શિક્ષકો માટે અવેરનેસ સેશનનો સમાવેશ થાય છે.
યુવાનો, પરિવારો માટે જાગૃતિ કાર્યક્રમો
યુવાવર્ગ માટે માર્ગદર્શન કાર્યક્રમો જેવા કે યુવાધારાને સંયમ અને જીવદયાની દિશામાં પ્રેરિત કરવા માટે વર્કશોપ,યુવાસમિતિઓ સાથે સંયુક્ત ઉપક્રમે અહિંસક લીડરશિપ ઉપર ખાસ સત્રો,વ્યસન મુક્તિઅભિયાન,નશાબંધી અને વ્યસનમુક્તિ માટે બેનર અને રેલી,વ્યસનગ્રસ્ત વ્યક્તિઓ માટે કાઉન્સેલિંગ,વ્યસનમુક્તિ દિવસ નિમિતે જાહેર કાર્યક્રમોયોજાય છે. પારિવારિક મૂલ્યો માટે સંસ્કાર શિબિરો માટે બાળકો માટે અવારનવાર સંસ્કાર શિબિરોનું આયોજન,માતા-પિતા અને બાળકો વચ્ચે સંવાદ વધારવા માટે ખાસ પ્રવૃત્તિઓકરાય છે.
કચ્છના ગામો સુધી અણુવ્રત સંકલ્પો પહોંચાડાશે
અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષમહેશ પ્રભુલાલ મહેતાએ અણુવ્રતના ભાવને પોતાનાં વર્તન દ્વારા જીવતાં મૂર્તિમાન ઉદાહરણ છે. તેમની આગેવાની હેઠળ ભવિષ્યમાં સમિતિ દ્વારા કચ્છના ગામડાં સુધી અણુવ્રતનાં સંકલ્પો ફેલાવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA