પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.19/07/2025 ના રોજ સવારે 11 કલાકે નવયુગ હાઈસ્કુલ, પોરબંદર ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમા સ્થાનિક નોકરીદાતા નામ-ધ ડિઝાઈન પોઈન્ટ, અતુલ મોટર્સ, એલ.આઈ.સી ઓફ ઇંડિયા તેમજ રાજકોટ જિલ્લાની બોનાનઝાલુક્ષ સલુનના નોકરીદાતાઓ દ્વારા વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ જેમાં ધો.10 પાસથી ગ્રેજયુએટ, ડિપ્લોમાં તેમજ બી.ઈ ( ઓટોમોબાઈલ) તેમજ આઈ.ટી.આઈ સુધીની લાયકાત ધરાવતાં ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya