ગંજ શહીદ પીર વિસ્તારમાંથી વીજ કચેરી હટાવવામાં રહીશોમાં ભારે નારાજગી
પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના ગંજ શહીદ પીર વિસ્તારમાં આવેલું જૂના પાવર હાઉસ ખાતેનું વીજ બિલ સ્વીકાર કેન્દ્ર અને ફરિયાદ કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે સ્થાનિક વીજ ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીજ કંપનીએ પહેલા વહીવટી કચેર
ગંજ શહીદ પીર વિસ્તારમાંથી વીજ કચેરી હટાવવામાં રહીશોમાં ભારે નારાજગી


પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના ગંજ શહીદ પીર વિસ્તારમાં આવેલું જૂના પાવર હાઉસ ખાતેનું વીજ બિલ સ્વીકાર કેન્દ્ર અને ફરિયાદ કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે સ્થાનિક વીજ ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીજ કંપનીએ પહેલા વહીવટી કચેરી અને બિલ સ્વીકાર કેન્દ્ર બંધ કર્યું અને ત્યારબાદ એકમાત્ર કાર્યરત રહેલું ફરિયાદ કેન્દ્ર પણ બંધ કરી નાખ્યું.

આ નિર્ણયથી આશરે 20,000 જેટલા વીજ ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાયા છે. હવે લોકોને કોઈ પણ વીજળી સંબંધિત કામકાજ માટે હાઈવે વિસ્તારમાં આવેલી કચેરી સુધી દૂર જવું પડે છે, જેનાથી તેમને સમય અને પરિવહન બંને બાબતોમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મુદ્દે વિસ્તારમાં સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેઓ આગામી દિવસોમાં કલેકટર, સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર આપશે અને માંગ કરશે કે ગંજ શહીદ પીર વિસ્તારમાં ફરીથી વીજ કચેરી શરૂ કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande