ભુજના રિંગ રોડ નાના પડ્યા: ભારે વાહનોની સમસ્યા વધી, ધારાસભ્યે અધિકારીઓને સ્થળ ઉપર સાથે રાખીને આપી સૂચનાઓ
ભુજ – કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) ભુજ શહેરના રિંગ રોડ ફરતે ભારે વાહનોને કારણે સર્જાતી ટ્રાફિક સહિતની સમસ્યા સામે પદાધિકારીઓ અને અધિકારીઓએ સમીક્ષા હાથ ધરી હતી. જેમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્યે કલેકટર સહિતના અધિકારીઓ સાથે જઇને રૂબરૂમાં સૂચનાઓ આપી હતી. ખાસ ક
ભુજમાં ધારાસ્યે રસ્તા, ટ્રાફિકજામની કરી સમીક્ષા


ભુજ – કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) ભુજ શહેરના રિંગ રોડ ફરતે ભારે વાહનોને કારણે સર્જાતી ટ્રાફિક સહિતની સમસ્યા સામે પદાધિકારીઓ અને અધિકારીઓએ સમીક્ષા હાથ ધરી હતી. જેમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્યે કલેકટર સહિતના અધિકારીઓ સાથે જઇને રૂબરૂમાં સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ભારે વાહનોને કારણે સર્જાતી હેરાનગતિ તાકીદે દૂર થાય તે માટે ભાર મૂકાયો હતો.

ભુજની ફરતે બાયપાસની ખાસ જરૂરિયાત

વિકાસની હરણફાળ ભરતાં કચ્છમાં ભૂકંપ બાદ ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં સિમેન્ટ સહિતના મોટા ઉદ્યોગોના કારણે ભારે વાહનોની વધેલી અવરજવર શહેર માટે માથાના દુ:ખાવારૂપ બની રહી છે, તો રિંગરોડ પણ હવે નાના પડી રહ્યા છે તેમજ ભારે વાહનો થકી આ રિંગરોડ પર દરરોજ અકસ્માતોનું પ્રમાણે ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેના નિરાકરણ માટે ભુજને ફરતે બાયપાસની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે, જેના માટે મિરજાપર ચોકડીથી ભુજોડી સુધીના બનનારા આ બાયપાસ રોડ માટેની જમીન હસ્તાંતરણ સહિતની કામગીરી પણ ચાલી રહી છે.

ભારે વાહનોને શહેર બહારથી દોડાવવા વ્યાયામ

વચગાળાના સમયમાં પણ રોજેરોજની ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોનાં નિવારણ માટે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વ્યાયામ આદર્યો છે. આ અંતર્ગત પટેલે ગુરુવારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા સાથે ચર્ચા કરી પ્રિન્સ રેસિડેન્સીથી શહેરમાં પ્રવેશતાં ભારે વાહનોને હિલગાર્ડન રોડ પર વાળી એરપોર્ટ રિંગરોડ પરથી મહિલા આશ્રમ પાસે શરૂ થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જેમાં નાગોર ફાટકવાળા ઓવરબ્રિજ પરથી પસાર થઈ માધાપર નળવાળા સર્કલ માર્ગે વાળવા સૂચવ્યું હતું.

શાળાઓ, હોસ્પિટલ સહિત વિસ્તારોમાં વાહનોની આવ-જા

પટેલે શહેરની ફરતે યોજેલી આ ડ્રાઈવ દરમ્યાન પ્રિન્સ રેસિડેન્સીથી એરોપ્લેન સર્કલ વચ્ચે આવતી શાળાઓ, હોસ્પિટલો તેમજ નાનાં વાહનચાલકોને પડતી મુશ્કેલીઓથી જિલ્લા કલેક્ટરને અવગત કર્યા હતા, જેના પ્રત્યુત્તરમાં જિલ્લા કલેક્ટરે ત્વરિત આ બાબતે ઘટતું કરવા સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી, તો જૂના રેલવે સ્ટેશન રોડ પરના દીનદયાલ નગરના ત્રિભેટે ચાલતા ફોરલેન માર્ગનાં કામમાં તેમજ નાગોર રોડ પરના ઓવરબ્રિજ પર પણ એકથી દોઢ કિલોમીટરના માર્ગમાં કામ અધૂરું છે, તેમાં વધુ માનવબળ અને મશિનરી લગાવી ઝડપ લાવવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાકીદ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande