રાજકોટ 18 જુલાઈ (હિ.સ.) : રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે શાળાકીય રમતોત્સવનું આયોજન કરાયું છે. રમતગમત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ વધે અને નવનિર્માણશીલ ટેલેન્ટને મંચ મળી રહે તે ઉદ્દેશ્યથી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતોત્સવ માટે જરૂરી આયોજનને અંતિમ સ્વરૂપ આપતા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓના પ્રતિનિધિઓ તેમજ રમતગમત અધિકારીઓ હાજર રહ્યા હતા. રમતોત્સવના સયુંકત આયોજન, રમતગમત સંબંધી સુવિધાઓ, ખેલાડીઓની પસંદગી, નિયમો, અને વિભાગીય સ્તરે યોજાનારી સ્પર્ધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનારી વિવિધ રમતોની કાર્યક્રમ યોજના તૈયાર કરીને સહમતી મેળવવામાં આવી હતી.
બેઠક દરમિયાન નોકરી કરતા તાલીમપ્રાપ્ત કોચ તેમજ ખેલ શિક્ષકોની સહાયથી ખેલાડીઓને તાલીમ આપવા પર ભાર મૂકાયો હતો. રમતોત્સવ દરમિયાન ખેલાડીઓની આરોગ્યની સુવિધા, પાણી, સુરક્ષા વ્યવસ્થાઓ તેમજ નિષ્પક્ષતાપૂર્વક સ્પર્ધાઓ સંપન્ન થાય તે માટે વિવિધ સબ કમિટીઓની રચના કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
રમતોત્સવના આયોજન માટે વિવિધ શાળાઓના પ્રતિનિધિઓ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં રમતગમત અધિકારીઓએ જણાવ્યું હતું કે રમતોત્સવ એ માત્ર સ્પર્ધાનું પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું મંચ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek