TOU ચાર્જન નામે ચાર્જ વસુલાતા જી.આઈ.ડી.શી.એસોસિએશન દ્વારા રજુઆત
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મોટા ઉદ્યોગો ઝંખી રહ્યુ છે હાલ જીઆઈડીસીમા નાના મોટા ઉદ્યોગ કાર્યરત છે તે માંડ માંડ ચાલી રહ્યા છે, તેવા સમયે પીજીવીસીએલ TOU ચાર્જ લાદી દેવામા આવત ઉદ્યોગકારો મુશ્કેલીમા મુકાયા છે. આ મુદે પોરબંદર જીઆઈડીસી એસો દ્રા
TOU ચાર્જન નામે ચાર્જ વસુલાતા જી.આઈ.ડી.શી.એસોસિએશન દ્વારા રજુઆત


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મોટા ઉદ્યોગો ઝંખી રહ્યુ છે હાલ જીઆઈડીસીમા નાના મોટા ઉદ્યોગ કાર્યરત છે તે માંડ માંડ ચાલી રહ્યા છે, તેવા સમયે પીજીવીસીએલ TOU ચાર્જ લાદી દેવામા આવત ઉદ્યોગકારો મુશ્કેલીમા મુકાયા છે.

આ મુદે પોરબંદર જીઆઈડીસી એસો દ્રારા પીજીવીસીએલને રજુઆત કરી છે. આ અંગે પોરબંદર જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઅલ વેલફેર એસોના ચેરમેન પુંજાભાઈ ઓડેદરા, પ્રમુખ જીણુભાઇ દયાતર અને સેક્રેટરી ધીરૂભાઈ કક્કડએ રાજકોટ પીજીવિસેઅલના મેનજીંગ ડાયરેકટરને પત્ર લખી એવી રજુઆત કરી છે કે જી.આઈ. ડી.સી ના જુના વીજ ગ્રાહકોને ઉદ્યોગનગર સબ ડીવીઝન દ્વારા TOU ચાર્જ ના નામે મસમોટા ચાર્જ લગાડવાનું ચાલુ કરેલ છે. જે ઉદ્યોગો સહન કરે સકે તેમ નથી આ પણ પોરબંદરના ઉદ્યોગો હાલ મરણ પથારીએ છે અને તેમાં પણ હાલ આ TOU ચાર્જના નામે યુનિટ દીઠ વધારાના 0.45 પૈસા સવારના 7 થી 11 અને સાંજે 6 થી 10 ના વપરાસ દરમિયાન બધાજ વીજ ગ્રાહકો પર નાખી દીધેલ છે જે વ્યાજબી નથી અને આમ થવાથી ઉદ્યોગોને મોટો ફટકો પડી સકે તેમ છે.તો આ ચાર્જ તાત્કાલિક અસર થી નાબુદ કરવામાં આવે અન્યથા ઉદ્યોગો ની હાલત ખરાબ થય સકે તેમ છે. પરીપત્ર માં દર્શાવ્યા મુજબ એન.આર. જી.પી વીજ જોડાણ માં 01/06/2024 બાદ રીલીઝ થયેલા કનેક્સન માં આ ચાર્જ લેવો તેવું જણાવેલ છે.

જે યુનિટ ધારક ને મહીને 2500 જેવું બીલ આવતું તેને 5000 જેવો આ ચાર્જ ભરવાનો આવે છે તો મોટી ઈન્ડ માં લાખો રૂપિયા ના બીલ આવતા હોય છે તેને આ ચાર્જ ભરવો પોસાય શકે તેમ નથી તો આ ચાર્જ બધાજ જુના નવા ગ્રાહકો પાસેથી વસુલવામાં આવે છે અમારી માંગણી છે કે આ TOU ચાર્જ તાત્કલિક અસર થી નાબુદ કરવામાં આવે. અન્યથા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની જરૂર પડશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande