2024 અંતર્ગત દેશમાં પ્રથમ સ્થાને, સુરતની ઐતિહાસિક પળની સ્વચ્છતાદૂતો સાથે પૂર્ણેશ મોદીએ ઉજવણી કરી
સુરત, 18 જુલાઈ (હિ.સ.)-સ્વચ્છ સર્વેક્ષણ -2024 અંતર્ગત દેશભરમાં સર્વોત્તમ સ્થાને સુરતની ઐતિહાસિક પળની સ્વચ્છતાદૂતો સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને વિદ્યાકુંજ સ્કૂલના સંચાલક મહેશભાઈ વી પટેલ સહિતના અન્ય મહાનુભા
Surat


સુરત, 18 જુલાઈ (હિ.સ.)-સ્વચ્છ સર્વેક્ષણ -2024 અંતર્ગત દેશભરમાં સર્વોત્તમ સ્થાને સુરતની ઐતિહાસિક પળની સ્વચ્છતાદૂતો સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને વિદ્યાકુંજ સ્કૂલના સંચાલક મહેશભાઈ વી પટેલ સહિતના અન્ય મહાનુભાવો ઉજવણી કરી.

સુરત શહેરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનાં વરદ હસ્તે સુપર સ્વચ્છ લીગ હેઠળ ભારતનાં સર્વોત્તમ શહેર તરીકે એવોર્ડ એનાયત થયો, આ આનંદ અને ગર્વની પળોની યાદગાર ઉજવણી વિદ્યાકુંજ અને દિવ્યપથ સંસ્થા દ્વારા કૃષ્ણકુંજ સંકલિત સુરત મહાનગરપાલિકા (વોર્ડ ઓફીસ) અડાજણ ખાતે સ્વચ્છતાદૂતો અને નાગરિકો સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, વિદ્યાકુંજ સ્કૂલના સંચાલક મહેશભાઈ વી પટેલ, સ્થાનિક આગેવાન ભાર્ગવભાઈ ઋષિ, હિરલભાઈ ચૌહાણ સહિત અન્ય મહાનુભાવો મળીને સ્વચ્છતાદૂતોનું સન્માન કરી ધન્યતા અનુભવી. સાથે સાથે સરકારી આયુર્વેદિક દવાખાનુ અને સરકારી હોમિયોપેથીક દવાખાની મુલાકાત લીધી. દર્દીઓના પ્રશ્નો સાંભળ્યા અને તેનો ઉકેલ લાવવા તાકીદ કરી.

આ ઐતિહાસિક પળે સુરત મહાનગર પાલિકાનાં સૌ પદાધિકારી, અધિકારીશ્ઓ, સુરત શહેરનાં સૌ નાગરિકો અને સ્વચ્છતાદૂતોને અભિનંદન પાઠવ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande