પોરબંદર મનપાના કમિશનરએ રસ્તાના કામના નિરીક્ષણ સ્થળે સ્થાનિક બહેનોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ કરવા હકારાત્મકતા દાખવી
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મનપાના કમિશનર એચ જે પ્રજાપતિએ રસ્તાના કામના નિરીક્ષણ સ્થળે સ્થાનિક બહેનોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ કરવા હકારાત્મકતા દાખવી હતી, અને તેઓએ સાથે રહેલ ટેકનિકલ સ્ટાફને બોખીરા વિસ્તારમાં ભરાતા પાણીનો નિકાલ કરવા સહિતન
પોરબંદર મનપાના કમિશનરએ રસ્તાના કામના નિરીક્ષણ સ્થળે સ્થાનિક બહેનોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ કરવા હકારાત્મકતા દાખવી.

પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મનપાના કમિશનર એચ જે પ્રજાપતિએ રસ્તાના કામના નિરીક્ષણ સ્થળે સ્થાનિક બહેનોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ કરવા હકારાત્મકતા દાખવી હતી, અને તેઓએ સાથે રહેલ ટેકનિકલ સ્ટાફને બોખીરા વિસ્તારમાં ભરાતા પાણીનો નિકાલ કરવા સહિતના મુદ્દે સૂચના આપી હતી.

રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે ચોકકસ દિશાનિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. ત્યારે પોરબંદર શહેર વિસ્તારમાં રાજીવ નગર, ખાપટ અને બોખીરા વિસ્તારમાં થઇ રહેલ કામગીરીનું મહાનગરપાલિકાના કમિશનર સીધી દેખરેખ રાખી રહ્યા છે, અને સ્થળ મુલાકાત પણ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગોથી જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સબંધિત વિભાગને મુખ્યમંત્રી દ્વારા અપાયેલ સૂચના અન્વયે પોરબંદર મહાનગર પાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શનમાં બિસ્માર રસ્તાઓના સમારકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે કમિશનર એ તેમના ટેકનિકલ સ્ટાફ સાથે બોખીરા વિસ્તારમાં થઈ રહેલ રસ્તાના કામનું નિરીક્ષણ કર્યું હતું, આ સમય દરમિયાન બોખીરા વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક બહેનોએ પણ વિવિધ મુદ્દે કમિશનર ને રજૂઆત કરી હતી.

પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ.જે પ્રજાપતિ એ બહેનોની રજૂઆત સાંભળી આ વિસ્તારમાં ભરાતા પાણીની સમસ્યા, રોડ રસ્તા સહિતના મુદ્દે થઇ રહેલ કામગીરીના સ્થળ નિરીક્ષણ દરમિયાન સાથે રહેલ ટેકનિકલ સ્ટાફને સૂચના આપી તેનું વહેલી તકે નિરાકરણ કરવા હકારાત્મકતા દાખવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya

 rajesh pande