સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદર લોકમેળાની રાઇડ્સમાં ઘટાડો કરાયો
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મનપા દ્વારા પ્રથમ વાર જન્માષ્ટમી લોકમેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેની સત્તાવાર જાહેરાત ગઈ કાલે જાહેર નિવેદાથી પોરબંદર મનપા દ્વારા કરવામાં આવી છે અને આજથી મનપા કચેરી ખાતેથી ફોર્મ વિતરણ પણ શરુ થઇ ગયા છે. આગા
સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદર લોકમેળાની રાઇડ્સમાં ઘટાડો કરાયો


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મનપા દ્વારા પ્રથમ વાર જન્માષ્ટમી લોકમેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેની સત્તાવાર જાહેરાત ગઈ કાલે જાહેર નિવેદાથી પોરબંદર મનપા દ્વારા કરવામાં આવી છે અને આજથી મનપા કચેરી ખાતેથી ફોર્મ વિતરણ પણ શરુ થઇ ગયા છે. આગામી તા. 28 થી 30 રાઇડ્સ, ચકડોળ, ખાણી-પીણી સહિતની જગ્યાઓ માટે હરરાજી કરવામાં આવશે તો ગત વર્ષ કરતા આ વખતે સુરક્ષાની દ્રષ્ટિએ ચકડોળ રાઈડસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ગણાતો લોકમેળો એટલે પોરબંદરનો જન્માષ્ટમીનો લોક મેળો. આ મેળાની મોજ માણવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ચોમાસાને લીધે પોરબંદર વાસીઓએ મેળો માણ્યો ન હતો પરંતુ આ વખતે આશા છે કે મેઘરાજા મેળામાં અવરોધ રૂપ નહિ બને.

પોરબંદર મનપાના ડે.કમિશ્નર મનન ચતુર્વેદીએ પોરબંદર ખબર સાથેની વાત-ચીતમાં જણાવ્યું હતું કે, પોરબંદર લોકમેળાનું સુંદર આયોજન મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સુરક્ષાની દ્રષ્ટિએ રાઈડસમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ જે રાઇડ્સની જગ્યા ફાળવવામાં આવશે તે જગ્યામાં થોડો ઘણો વધારો જોવા મળશે. તેમજ આ વખતે વિશેષમાં રમકડાં અને કટલેરી બજારમાં કોઈ વિશેષ જગ્યા આપવામાં આવશે નહિ. સ્ટોલ ધારકોને જે સ્ટોલ મળશે ત્યાં રમકડાં અને કટલેરી સ્ટોલ રાખવામાં આવશે. અલગથી કોઈ જગ્યા ફાળવવામાં આવશે નહિ. તેમજ પાથરણા ધારકો માટે અલગથી વિશેષ ઝોન બનાવવામાં આવ્યો છે તે પ્રકારનું આયોજન સુરક્ષાની દ્રષ્ટિએ તથા લોકો મેળાનું આનંદ મળી શકે તે માટેનું આયોજન ચાલી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande