પાટણ, 18 જુલાઈ (હિ.સ.)રાધનપુર શહેરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાને જાહેરમાં મારપીટ કરવામાં આવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. મહિલા તેના માતા-પિતાના ઘરે હાજર હતી ત્યારે ગાંધીધામના જયપ્રકાશ સૂર્યકાંતભાઈ કલવાણી અને પરેશભાઈ નામના બે શખ્સો ગાડી લઈને ત્યાં આવ્યા હતા.
આરોપીઓએ મહિલાને અપશબ્દો કહ્યા અને ગાડીમાં બેસવા માટે દબાણ કર્યું હતું. જ્યારે મહિલાએ ઈનકાર કર્યો, ત્યારે બંને શખ્સોએ તેમની સાથે શારીરિક હુમલો કર્યો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મહિલાએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ 115(2), 352, 351, અને 54 મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર