પોરબંદરમાં પૈસાની લેતીદેતી મામલે યુવાનનું અપહરણ
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા યુવાન તેમના મિત્ર પાસેથી ઉછીના પૈસા લીધા હતા આ રકમ પરત નહિં આવતા જેમની પાસેથી રકમ ઉછીની લીધી હતી તેમણે ત્રાસ આપવનુ શરૂ કર્યુ હતુ. આથી સાત જેટલા શખ્સોએ યુવાનના ભાઈનુ અપહરણ કર્યુ હતુ ત્યાર બાદ
પોરબંદરમાં પૈસાની લેતીદેતી મામલે યુવાનનું અપહરણ


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા યુવાન તેમના મિત્ર પાસેથી ઉછીના પૈસા લીધા હતા આ રકમ પરત નહિં આવતા જેમની પાસેથી રકમ ઉછીની લીધી હતી તેમણે ત્રાસ આપવનુ શરૂ કર્યુ હતુ. આથી સાત જેટલા શખ્સોએ યુવાનના ભાઈનુ અપહરણ કર્યુ હતુ ત્યાર બાદ કલકો બાદ યુવાનના ભાઈને મુકત કરી દીધો હતો અને પોલીસ ફરીયાદ કરીશનો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પોરબંદરના છાયા જયોતિ પાર્ક વિસ્તારમા રહેતા કારીબેન કારાભાઈ મોકરીયા નામના મહિલાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવી છે કે તેમના પુત્ર દીપકે ખંભાળીયા ખાતે રહેતા હરદાસ ખીમાણંદ ગઢવી પાસેથી પૈસા ઉછીના લીધા હતા. આ રકમ પરત નહિં કરતા આથી હરદાસ ગઢવી અને હિતેશ કેશુ કારાવદરા સહિતના સાતથી આઠ શખ્સ કારીબેનના ઘરે ધસી ગયા હતા અને ભુંડી ગાળો આપી હતી ત્યારે કારીબેનના મોટા પુત્ર હરસુખનુ અપહરણ કરી ગયા હતા અને ત્યાર બાદ ભોગાત ગામ નજીક હરસુખને મુકત કરી દીધો હતો અને પોલીસ ફરીયાદન કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ અપહરણની ઘટનાને લઈ ભારે ચર્ચા જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande