કચ્છમાં મુખ્ય શિક્ષકોને બીએલઓની કામગીરી ન સોંપવા ચૂંટણી તંત્રને રજૂઆત
ભુજ - કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) કચ્છની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના ઈન્ચાર્જ આચાર્યો (મુખ્ય શિક્ષકો)ને બીએલઓની કામગીરી ન સોંપવા શૈક્ષિક મહાસંઘે જિલ્લા ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં માંગ કરી છે. પરિક્ષામાં સારા પરિણામની જવાબદારી પણ છે પ
બીએલઓને ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરો


ભુજ - કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) કચ્છની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના ઈન્ચાર્જ આચાર્યો (મુખ્ય શિક્ષકો)ને બીએલઓની કામગીરી ન સોંપવા શૈક્ષિક મહાસંઘે જિલ્લા ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં માંગ કરી છે.

પરિક્ષામાં સારા પરિણામની જવાબદારી પણ છે

પત્રમાં જણાવ્યા અનુસાર અમુક તાલુકાઓમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઈન્ચાર્જ આચાર્યો કે જેઓ વર્ગ-2નો ચાર્જ પણ સંભાળે છે તેમને બીએલઓ તરીકે નિમણૂક અપાઈ છે, જે વિદ્યાર્થીઓનાં શિક્ષણ અને શાળા વિકાસનાં હિતમાં ખૂબ જ નુકસાનકારક છે. આ આચાર્યોને પોતાના વિષય ઉપરાંત શાળાની વહીવટી જવાબદારી તેમજ ધો.9થી 12ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું તેમાંય ખાસ કરીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ લાવવાનીયે જવાબદારી તેમના શિરે છે, તેવામાં આ વધારાની જવાબદારી શિક્ષણકાર્યમાં અડચણરૂપ બની રહે તેમ હોવાથી તેમને આ કામગીરીમાંથી મુક્તિ આપવા જિલ્લા અધ્યક્ષ નયન ઓઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, સંગઠનમંત્રી પુનશીભાઈ ગઢવી સહિતનાએ માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande