નવી દિલ્હી, 2 જુલાઈ (હિ.સ.) 'રહેના હૈ તેરે
દિલ મેં' ફિલ્મમાં, પોતાના
રોમેન્ટિક પાત્રથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર અભિનેતા આર. માધવન, સમય જતાં
પોતાના અભિનયમાં વિવિધતા લાવીને પોતાને સાબિત કરી ચૂક્યા છે. હવે તે ફિલ્મ 'આપ જૈસા કોઈ' દ્વારા, ફરી
એકવાર રોમાંસની દુનિયામાં પાછા ફરવા જઈ રહ્યા છે, જેમાં તે અભિનેત્રી ફાતિમા સના શેખ સાથે જોવા
મળશે. તાજેતરમાં માધવને 'હિન્દુસ્થાન
સમાચાર' સાથે, આ ફિલ્મ
વિશે ખાસ વાતચીત કરી હતી. આ ઇન્ટરવ્યૂના કેટલાક ખાસ અંશો અહીં આપ્યા છે.
પ્રશ્ન: ફિલ્મોમાં તમારા માટે રોમાંસની વ્યાખ્યા અને તેની
પદ્ધતિઓ કેટલી બદલાઈ ગઈ છે?
- હા,
'આપ જૈસા કોઈ' મારા માટે ઘણી
રીતે પડકારજનક ફિલ્મ રહી છે. મેં 'રહેના હૈ તેરે દિલ મેં' જેવા, રોમેન્ટિક પાત્રથી મારી કારકિર્દી શરૂ કરી હતી અને
હવે હું અહીં સુધી પહોંચી ગયો છું. તે જમાનામાં રોમાંસનો રસ્તો સંપૂર્ણપણે અલગ
હતો. ત્યારે કોઈ ડેટિંગ એપ્સ નહોતી, કે આટલી ખુલ્લીપણું નહોતી. જો મારે કોઈ છોકરી સાથે વાત કરવી
હોય, તો મારે ઘણીવાર
મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે તેની પાછળ જવું પડતું હતું, જે આજના સમયમાં
બિલકુલ સ્વીકાર્ય નથી. સમય સાથે, વિચારો અને રીતો બદલાઈ ગઈ છે, અને મારે પણ મારી જાતને બદલતા રહેવું પડ્યું
છે. આ ફિલ્મમાં મારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે, હું પાત્રમાં એવી રીતે દેખાવ
કે, મારી ઉંમર ન દેખાય અને મારા અને મારા સહ-કલાકાર વચ્ચે સારી કેમિસ્ટ્રી પણ
દેખાય. સાચું કહું તો, હું ખૂબ નર્વસ હતો, શું હું સ્ક્રીન
પર સારો દેખાઈશ? અમારી જોડી ચાલશે? પરંતુ આ ગભરાટમાં
એક નવો રોમાંચ હતો.”
પ્રશ્ન. મુખ્ય કલાકારો વચ્ચે ઉંમરનો મોટો તફાવત કેટલો યોગ્ય છે?
- મેં પોતે મારા પરિવારમાં આવા ઘણા ઉદાહરણો જોયા છે, જ્યાં
પતિ-પત્ની વચ્ચે 15 થી 20 વર્ષનો ઉંમરનો
તફાવત છે, પરંતુ તેમના
સંબંધોમાં ક્યારેય કોઈ ઉણપ નથી રહી. બંને એકબીજાથી ખુશ છે અને અંતે આ સૌથી મહત્વની
વાત છે. ફિલ્મોની વાત કરીએ તો, આજના યુગમાં, ઘણા કલાકારો એવી અભિનેત્રીઓ સાથે કામ કરી રહ્યા છે, જે
તેમના કરતા ઘણી નાની છે. જ્યાં સુધી પડદા પર તેમની કેમિસ્ટ્રી પ્રભાવશાળી હોય અને
કામ સારું હોય, ત્યાં સુધી
દર્શકો તેને સંપૂર્ણપણે સ્વીકારે છે. ઉંમર કરતાં વધુ મહત્વનું એ છે કે, તમે તમારા
પાત્રને કેટલી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી ભજવી રહ્યા છો.
પ્રશ્ન. સિનેમા પ્રત્યેની તમારી સમજણ વિશે તમે શું કહેવા માંગો
છો?
- રાજકુમાર હિરાની જેવા ફિલ્મ નિર્માતાઓ, ખરેખર સિનેમાના
માસ્ટર છે અને હું તેમની સાથે મારી સરખામણી કરવાની કલ્પના પણ કરી શકતો નથી. સાચું
કહું તો, હું ક્યારેય
સિનેમાનો ભક્ત રહ્યો નથી. મારી આ ફિલ્મના દિગ્દર્શક વિવેક સોની જેવા લોકો, સાચા
સિનેમા પ્રેમી છે. તેઓ ફિલ્મોના ઉપાસક જેવા છે, પરંતુ મારો કેસ સંપૂર્ણપણે અલગ હતો. ન તો મને
ફિલ્મો વિશે વધુ ખબર હતી કે ન તો મને તેના પ્રત્યે કોઈ ખાસ લગાવ હતો. મેં ક્યારેય
વિચાર્યું હતું કે, હું અભિનેતા બનીશ, ન તો મને ક્યારેય તેની કોઈ ઇચ્છા હતી. બધું એક સંયોગ હતું.
વાસ્તવમાં, મેં ટીવી પર ફક્ત
એટલા માટે કામ કરવાનું શરૂ કર્યું કારણ કે, મને લાગ્યું કે મને દરરોજ 3 હજાર રૂપિયા
મળશે, ઠીક છે, ચાલો તે કરીએ. તે
સમયે ઘણા લોકો ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશવા માટે ઉત્સુક હતા, પરંતુ મને આવી
કોઈ બેચેની નહોતી. કદાચ આ જ સરળતાને કારણે દર્શકોએ મને સ્વીકાર્યો અને ધીરે ધીરે મને
સારા રોલ મળવા લાગ્યા.
પ્રશ્ન. તમે તમારી કારકિર્દીમાં ખૂબ જ પસંદગીની ફિલ્મો કરી છે, આ પાછળનું કારણ
શું છે?
- પહેલા મને લાગતું હતું કે, મારી સૌથી મોટી ફેન ફોલોઇંગ
મહિલાઓમાં છે, પરંતુ જ્યારે મેં
એક દિવસ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એનાલિટિક્સ જોયું ત્યારે મને આશ્ચર્ય થયું. ખરેખર, મારા
ફોલોઇંગમાંથી લગભગ 75% 18 થી 40 વર્ષની ઉંમરના
પુરુષો છે. બાકીના મહિલાઓ છે. મેં 30 વર્ષની ઉંમરે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને જ્યારે હું
'રહેના હૈ તેરે
દિલ મેં'માં રોમેન્ટિક
હીરો બન્યો, ત્યારે હું 32 વર્ષનો હતો. તે
સમયે, મને લાગ્યું કે,
જો હું આવી રોમેન્ટિક ફિલ્મો કરવાનું ચાલુ રાખું, તો આગામી થોડા વર્ષોમાં લોકો મને ફક્ત એક જ 'મનચલા' પ્રકારનો હીરો
માનવા લાગશે. મારી પહેલી ત્રણ ફિલ્મો મોટા દિગ્દર્શકો સાથે હતી.જેના કારણે અન્ય
દિગ્દર્શકોને ગેરસમજ થઈ ગઈ કે, હું ફક્ત તેમની સાથે જ કામ કરું છું અથવા મને
સિનેમાની થોડી ઊંડી સમજ છે. આને કારણે, ઘણી ફિલ્મો મારી પાસે આવી નહીં. ધીમે ધીમે મને સમજાયું કે,
હું એક જ પ્રકારની ફિલ્મો કરી રહ્યો છું. મેં મારી જાતને પ્રશ્ન કર્યો કે હું શું
કરી રહ્યો છું? હું એક સુવર્ણ
ચંદ્રક વિજેતા છું, જાહેર વક્તા છું, મારી પાસે ઘણું
બધું છે, પરંતુ આમાંથી કંઈ
મારી ફિલ્મોમાં પ્રતિબિંબિત થયું નહીં. પછી મેં વિરામ લીધો, મારી જાતને ફરીથી
સમજી અને એક વાસ્તવિક વ્યક્તિ તરીકે પાછો આવ્યો. આ સફરમાં, હું ખાસ કરીને
દિગ્દર્શક વિવેક સોની જેવા લોકોનો આભારી છું, જેમણે મને સમજ્યો અને મને 'આપ જૈસા કોઈ' જેવી ફિલ્મમાં તક આપી.
પ્રશ્ન. તમે હવે સિનેમા કરતાં વધુ ઓટીટીપ્રોજેક્ટ્સ કરી
રહ્યા છો, આનું કોઈ
મહત્વનું કારણ છે?
- મારી પ્રાથમિકતા હંમેશા સારી વાર્તાઓ પર હોય છે. ઓટીટીપર કામ કરવું સરળ
નથી. જ્યારે તમે આઠ એપિસોડની શ્રેણી બનાવો છો, ત્યારે તેમાં ઘણી મહેનત અને સમય લાગે છે. ઓટીટી નું ફોર્મેટ
ફિલ્મોથી સંપૂર્ણપણે અલગ છે. જ્યારે તમે ઓટીટી માટે ફિલ્મ કરો છો, ત્યારે તેની
સ્ક્રિપ્ટ ખૂબ જ મજબૂત હોવી જોઈએ, કારણ કે, થિયેટરોની જેમ કોઈ ભવ્ય દ્રશ્ય અસર નથી. જેમ મારી
ફિલ્મો 'શૈતાન' અને 'કેસરી' મોટા પડદા માટે
બનાવવામાં આવી હતી, તેમનો સ્કેલ અને
ભાવના ફક્ત થિયેટરોમાં જ અસરકારક છે. બીજી બાજુ, 'બ્રીથ' જેવો શો થિયેટર માટે નથી પણ ઓટીટીજેવા માધ્યમ માટે
વધુ યોગ્ય છે. એટલા માટે હું પહેલા વાર્તા અને સ્ક્રિપ્ટ જોઉં છું, પછી નક્કી કરું
છું કે, કયું પ્લેટફોર્મ તેના માટે શ્રેષ્ઠ રહેશે, કારણ કે દરેક વાર્તાનું એક યોગ્ય માધ્યમ હોય
છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ