'સિતારે જમીન પર'ની ઉડાન બોક્સ ઓફિસ પર અવ્વલ
નવી દિલ્હી, 2 જુલાઈ (હિ.સ.) આમીર ખાનની ફિલ્મ ''સિતારે જમીન પર'' રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે. 20 જૂને સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મે પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતી લીધા છે અને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. કાજોલની ફિલ્મ ''મા'' સિન
ફિલ્મ 'સિતારે જમીન પર'


નવી દિલ્હી, 2 જુલાઈ (હિ.સ.) આમીર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે. 20 જૂને સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મે પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતી લીધા છે અને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. કાજોલની ફિલ્મ 'મા' સિનેમાઘરોમાં આવી હોવા છતાં, 'સિતારે જમીન પર' પોતાનો દબદબો જાળવી રાખી રહી છે.

બોક્સ ઓફિસ ટ્રેકર સૈકનિલ્ક અનુસાર, આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' એ તેની રિલીઝના 12મા દિવસે, એટલે કે બીજા મંગળવારે લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ભારતમાં ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 130.40 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જોકે તે કાજોલની ભાવનાત્મક ડ્રામા ફિલ્મ 'માં' અને વિષ્ણુ મંચુની પૌરાણિક એક્શન ફિલ્મ 'કનપ્પા' સાથે સીધી સ્પર્ધા કરી રહી છે, જે હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે. આમ છતાં, 'સિતારે જમીન પર' એ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને આ ફિલ્મ આમિર ખાન માટે શાનદાર વાપસી સાબિત થઈ રહી છે.

આમિર ખાન અને જેનેલિયા ડિસોઝાની જોડી 'સિતારે જમીન પર' માં પહેલી વાર રૂપેરી પડદે જોવા મળી છે. ફિલ્મમાં જેનેલિયાએ આમિરની પત્ની સુનિતાની ભૂમિકા ભજવી છે, જ્યારે આમિર એક કુખ્યાત બાસ્કેટબોલ કોચ ગુલશનની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મની વાર્તા ડાઉન સિન્ડ્રોમ પર આધારિત છે અને તેનું નિર્દેશન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે. આમિર ખાને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે મળીને આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande