નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) દિલ્હી હાઈકોર્ટને આજે છ નવા ન્યાયાધીશો
મળ્યા. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાયે, બધાને શપથ લેવડાવ્યા. નવા
ન્યાયાધીશોમાં જસ્ટિસ વી. કામેશ્વર રાવ, જસ્ટિસ અરુણ મોંગા, જસ્ટિસ અનિલ ક્ષેત્રપાલ, જસ્ટિસ ઓમપ્રકાશ શુક્લા, જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ નિતિન વાસુદેવ સાંબ્રેનો
સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, 15 જુલાઈના રોજ આ ન્યાયાધીશોની નિમણૂકનો આદેશ
આપ્યો હતો. આ છ ન્યાયાધીશોની નિમણૂક સાથે, દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા હવે 40 થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / વીરેન્દ્ર સિંહ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ