ઇમ્ફાલ, અમદાવાદ, 21 જુલાઈ (હિ.સ.) ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ ઇમ્ફાલ
પૂર્વમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પ્રેપાકના, મ્યાનમારમાં તાલીમ પામેલા
આતંકવાદીની ધરપકડ કરી છે. પોલીસે આજે આ માહિતી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, “ધરપકડ કરાયેલ કોંથા અહલુપ માખા લેઈકાઈનો
રહેવાસી કોનજેંગબામ ટોમ્બા સિંહ ઉર્ફે લિંગમ (38), કાંગલીપાક (પ્રેપાક) ના પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટીમાં
સ્વ-ઘોષિત સાર્જન્ટ મેજર તરીકે કામ કરતો હતો”. અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે,” તેણે
ભારત પરત ફરતા પહેલા મ્યાનમારના તનાલમાં સંગઠનના બેઝ પર લશ્કરી તાલીમ લીધી હતી.”
તે ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં સામેલ હતો.ખાસ કરીને
પ્રેપાક માટે ભરતીમાં. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2024 માં, તેણે આતંકવાદી
રેન્કમાં એક નવા સભ્યને સામેલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ધરપકડ તેના
નિવાસસ્થાન પર દરોડા દરમિયાન થઈ હતી. અધિકારીઓ હવે તેના નેટવર્કને ટ્રેસ કરવા અને
સંભવિત મોટા બળવાખોર કામગીરીનો પર્દાફાશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ