છત્તીસગઢના બીજાપુરમાં, નક્સલીઓએ બે ગ્રામજનોની હત્યા કરી
બીજાપુર/રાયપુર, નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે, નક્સલીઓએ બે ગ્રામજનોની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી. નક્સલીઓની જગરગુંડા સમિતિએ તર્રેમ પોલીસ સ્ટેશન હેઠળ બનેલી આ ઘટનાની જવાબદા
પૂબો


બીજાપુર/રાયપુર, નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.)

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે, નક્સલીઓએ બે ગ્રામજનોની

તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી. નક્સલીઓની જગરગુંડા સમિતિએ તર્રેમ પોલીસ સ્ટેશન

હેઠળ બનેલી આ ઘટનાની જવાબદારી લીધી છે. નક્સલીઓ ગામલોકોના ઘરોમાં ઘૂસીને તેમને

બહાર લઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ તીક્ષ્ણ હથિયારોથી તેમની હત્યા કરી હતી.

બીજાપુરમાં, નક્સલીઓએ બાતમીદાર હોવાની શંકામાં છેલ્લા 25 દિવસમાં 6 ગ્રામજનો, બે વિદ્યાર્થીઓ

અને બે શિક્ષાદૂતો સહિત 10 લોકોની હત્યા

કરી છે.

બીજાપુરના અધિક પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગોવર્નાએ જણાવ્યું

હતું કે,” રવિવારે મોડી રાત્રે 5 થી 6 નક્સલીઓ ગામલોકોના ઘરોમાં ઘૂસીને, તેમને બહાર કાઢીને હત્યા

કરી હતી. મૃતકોની ઓળખ 55 વર્ષીય કવાસી

જોગા નિવાસી છુટવાઈ ગામ અને 50 વર્ષીય મંગલુ કુરસામ નિવાસી બડા તર્રેમ તરીકે થઈ છે.

નક્સલીઓની શોધખોળ ચાલી રહી છે.”

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande