પ્રધાનમંત્રી મોદીએ ચોમાસુ સત્રને, રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ વિજયોત્સવ ગણાવ્યું, તમામ પક્ષોને એકતા માટે અપીલ કરી
નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) આજે સવારે સંસદના ચોમાસુ સત્રની શરૂઆતના થોડા સમય પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેકને એકતાની ભાવનાને આગળ વધારવા અપીલ કરી. તેમણે કહ્યું કે,” રાજકીય પક્ષોના મંતવ્યો ભલે અલગ અલગ હોય, પરંતુ દેશન
મોદી


નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) આજે સવારે સંસદના ચોમાસુ સત્રની શરૂઆતના

થોડા સમય પહેલા, પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદીએ દરેકને એકતાની ભાવનાને આગળ વધારવા અપીલ કરી. તેમણે કહ્યું કે,”

રાજકીય પક્ષોના મંતવ્યો ભલે અલગ અલગ હોય, પરંતુ દેશના હિતમાં દરેકનું મન એક હોવું જોઈએ. તેમણે તમામ

પક્ષોને સંસદમાંથી સકારાત્મક સંદેશ આપવા હાકલ કરી.”

સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં, પ્રધાનમંત્રીએ

પરંપરાગત રીતે મીડિયાને સંબોધન કર્યું. તેમણે તાજેતરની સૈન્ય, અવકાશ અને આર્થિક

પ્રગતિ સંબંધિત સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે આ સત્રને રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ

વિજયોત્સવ ગણાવતા કહ્યું કે,” ભારતની સિદ્ધિઓની પ્રશંસા કરવાનો આ સમય છે.”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,” દેશ આજે ગર્વ અનુભવી રહ્યો

છે કારણ કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ભારતીય ત્રિરંગો લહેરાયો હતો. સંસદે આ

ગૌરવપૂર્ણ ક્ષણોના ગુણગાન એક સ્વરમાં ગાવા જોઈએ જેથી ભાવિ પેઢીઓને પ્રેરણા મળી

શકે.” તેમણે પહેલગામ અને ઓપરેશન સિંદૂર પછી વિશ્વભરમાં ગયેલા ભારતીય

પ્રતિનિધિમંડળોની ભૂમિકાની પ્રશંસા કરી, જેણે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ઉજાગર કર્યું. તેમણે

રાજકીય પક્ષોને એકતાની આ શક્તિને આગળ વધારવા અપીલ કરતા કહ્યું, તમને પક્ષના

હિતમાં મત ન મળે પણ રાષ્ટ્રીય હિતમાં તમારે હૃદય મેળવવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,” દુનિયાએ ભારતની

લશ્કરી ક્ષમતાનો પરિચય જોયો છે. આતંકવાદ સામે હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરએ

તેનું 100 ટકા લક્ષ્ય

હાંસલ કર્યું છે. દુનિયા હવે ભારતના લશ્કરી શસ્ત્રોમાંથી 'મેડ ઇન ઇન્ડિયા' ની શક્તિથી

પ્રભાવિત થઈ છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ સત્ર વિજયની ભાવનાથી ભરેલું રહેશે, જે સેનાને મજબૂત

બનાવશે.દેશવાસીઓને

પ્રેરણા આપશે, સંરક્ષણ

ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે.”

તેમણે કહ્યું કે,” દેશમાં નક્સલવાદનો વ્યાપ હવે સતત સંકોચાઈ

રહ્યો છે, ઘણા જિલ્લાઓ

ગર્વથી રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. બંધારણ જીતી રહ્યું છે. ભારત આર્થિક ક્ષેત્રમાં,

ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. દેશનો ફુગાવાનો દર બે ટકા છે અને તેનાથી સામાન્ય

લોકોને રાહત મળી છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે,” યુપીઆઈ એ, ફિનટેક ક્ષેત્રમાં

વૈશ્વિક ઓળખ બનાવી છે અને ભારત વિશ્વમાં સૌથી વધુ ફિનટેક નવીનતાઓનું સાક્ષી બની

રહ્યું છે. વૈશ્વિક અહેવાલો અનુસાર, 90 કરોડ લોકો સામાજિક સુરક્ષાના દાયરામાં આવ્યા છે અને ભારતને

ટ્રેકોમાથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે.”

ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થવા જઈ

રહ્યું છે. તે એક મહિના સુધી ચાલશે. ગઈકાલે આ સંદર્ભમાં એક સર્વપક્ષીય બેઠક

બોલાવવામાં આવી હતી જેમાં સરકારે તમામ પક્ષોને સહયોગ માટે અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande