અત્યાર સુધીમાં 14.43 લાખ ભક્તોએ, દેવઘરના બાબા વૈદ્યનાથ ધામમાં જળ ચઢાવ્યું
દેવઘર, નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) શ્રાવણ મહિનાના બીજા સોમવારે દેવઘરના વિશ્વ પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામમાં ભક્તોની ભીડ સતત ઉમટી રહી છે. દેવઘરમાં ભક્તો અને યાત્રાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે. શિવભક્તો હર હર મહાદેવ અને બમ બોલન
શિવ


દેવઘર, નવી દિલ્હી, 21 જુલાઈ

(હિ.સ.) શ્રાવણ મહિનાના બીજા સોમવારે દેવઘરના વિશ્વ પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામમાં

ભક્તોની ભીડ સતત ઉમટી રહી છે. દેવઘરમાં ભક્તો અને યાત્રાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ

છે. શિવભક્તો હર હર મહાદેવ અને બમ બોલના નારા સાથે ભગવાન આશુતોષને અભિષેક કરી

રહ્યા છે.

શ્રાવણ મહિનાના દસમા દિવસે સવારે ૦4:૦7 વાગ્યે મંદિરના

દરવાજા ખુલતાની સાથે જ જળ ચઢાવવાની શરૂઆત થઈ ગઈ છે. બાબા વૈદ્યનાથના નગર દેવઘરમાં, સમગ્ર રૂટ લાઇન

શિવભક્તોના નાદથી ગુંજી રહી છે અને કંવરિયાઓ કતારોમાં બાબાના નામનો જાપ કરતા જળ

ચઢાવવા માટે સતત આગળ વધી રહ્યા છે. દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી ભક્તો પણ

ભોલેનાથને જળ ચઢાવવા માટે આવી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, “1૦ જુલાઈથી

રવિવાર રાત સુધીમાં 14 લાખ 43 હજાર 693 ભક્તોએ જળ ચઢાવ્યું છે.”

ડેપ્યુટી કમિશનરે રૂટ લાઇનનું નિરીક્ષણ કર્યું, અનેક સૂચનાઓ આપી.

શ્રાવણ મહિનાના બીજા સોમવારે, જિલ્લા ડેપ્યુટી કમિશનર નમન પ્રિયેશ લકડાએ

સમગ્ર મેળા વિસ્તાર હેઠળ આવતી રૂટ લાઇનનું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત, ડેપ્યુટી કમિશનરે

નહેરુ પાર્ક સ્થિત આઈસીએમઆર કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું અને મેળા માટે કરવામાં

આવેલી તૈયારીઓનો અભ્યાસ કર્યો. આ સાથે, મેળા દરમિયાન લેવાતી સાવચેતીઓ અંગે નિયુક્ત મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારીઓને

જરૂરી સૂચનાઓ આપવામાં આવી,

જેથી શ્રાવણી

મેળા દરમિયાન કંટ્રોલ રૂમ ચોવીસ કલાક સક્રિય રહે.

નિરીક્ષણ દરમિયાન, ડેપ્યુટી કમિશનરે મેળા વિસ્તારમાં નિયુક્ત અધિકારીઓ, મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારીઓ

અને સુરક્ષા કર્મચારીઓને નમ્રતાપૂર્વક ભક્તોની સેવા કરવા સૂચના આપી, જેથી ભક્તો બાબા

વૈદ્યનાથની નગરી દેવઘરથી સુખદ અનુભવ સાથે રવાના થાય.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande