પોર્ટ્રશ, ઉત્તરી આયર્લેન્ડ,નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.)
રવિવારે રોયલ પોર્ટ્રશ ખાતે રમાયેલી બ્રિટિશ ઓપનમાં અમેરિકન સ્ટાર ગોલ્ફર સ્કોટી
શેફલરે, શાનદાર પ્રદર્શન કર્યું અને ચાર શોટથી પોતાનો પહેલો બ્રિટિશ ઓપન ટાઇટલ
જીત્યો.
વિશ્વના નંબર 1 ખેલાડી શેફલરે, છેલ્લા રાઉન્ડમાં 68 રન બનાવ્યા.
તેણે દિવસની શરૂઆત ચાર શોટની લીડથી કરી હતી. તેણે શરૂઆતમાં ત્રણ બર્ડી લગાવી હતી, જોકે આઠમા હોલ પર
બંકરમાંથી બહાર નીકળવામાં નિષ્ફળ જવાથી તેને ડબલ-બોગીનો સામનો કરવો પડ્યો હતો.
આ છતાં, શેફલરની લીડ ક્યારેય ગંભીર ખતરામાં આવી નહીં અને તેણે સમગ્ર
ટુર્નામેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું. આ શેફલરનું આ વર્ષે ચોથું મેજર ટાઇટલ અને બીજું
મેજર ટાઇટલ છે. તેણે મે મહિનામાં પીજીએ ચેમ્પિયનશિપ પણ જીતી હતી.
29 વર્ષીય શેફલરે
કુલ 17 અંડર પાર સ્કોર
સાથે ટાઇટલ જીત્યું. યુએસના હેરિસ ઇંગ્લિશ અને ક્રિસ ગોટરઅપ અનુક્રમે બીજા અને
ત્રીજા સ્થાને રહ્યા, જેના કારણે ટોચના
ત્રણ સ્થાનો પર અમેરિકન ખેલાડીઓનો દબદબો રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ