કાઠમંડુ, નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વ હેઠળના ગઠબંધન સરકારના કાર્યપ્રણાલીથી નારાજ નેપાળી કોંગ્રેસના સાત મોટા નેતાઓએ પાર્ટી પ્રમુખ શેર બહાદુર દેઉબા પાસેથી ગઠબંધન પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ નેતાઓમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન પ્રકાશમાન સિંહ મુખ્ય છે
નેપાળી કોંગ્રેસના સાત વરિષ્ઠ નેતાઓએ એક બેઠક યોજી હતી અને ઓલી સરકાર દ્વારા જનભાવના અનુસાર કામ કરવામાં નિષ્ફળતા, ગઠબંધનના સિદ્ધાંતોનું પાલન ન કરવા, કરાર મુજબ આગળ ન વધવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને આ ગઠબંધન પર પુનર્વિચારની માંગ કરી હતી. આ બેઠક પ્રકાશમાન સિંહના નિવાસસ્થાને યોજાઈ હતી. પાર્ટીના ભૂતપૂર્વ ઉપપ્રમુખ વિમલેન્દ્ર નિધિ, ભૂતપૂર્વ ઉપપ્રમુખ ગોપાલમાન શ્રેષ્ઠ, ભૂતપૂર્વ ઉપપ્રમુખ વિજય કુમાર ગચ્છેદાર, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન કૃષ્ણ સિટૌલા અને પાર્ટી પ્રવક્તા ડૉ. પ્રકાશ શરણ મહત બેઠકમાં હાજર રહ્યા હતા.
બેઠક બાદ વરિષ્ઠ નેતા સિટૌલાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગઠબંધન સમયે બંને પક્ષો વચ્ચે થયેલા કરાર મુજબ સરકારે કોઈ કામ આગળ ધપાવ્યું નથી. આ નેતાઓએ નિર્ણય લીધો કે, આજે પાર્ટી પ્રમુખ શેર બહાદુર દેઉબા સાથે બેઠક યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ