નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.). સંસદ સત્રની મધ્યમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વિપક્ષે પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રાજીનામાને વ્યાપાર સલાહકાર સમિતિ (બીએસી) ની બીજી બેઠકમાં તેમની ગેરહાજરી સાથે જોડ્યું, જ્યારે અખિલેશ યાદવે તેને વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે તેને 'સોવિયેત શૈલી' રાજીનામું ગણાવ્યું, જેમાં વરિષ્ઠ અધિકારીઓને અચાનક તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા.
જયરામ રમેશે કહ્યું કે, ધનખડે સોમવારે બપોરે 12:30 વાગ્યે બીએસી ની પહેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં જેપી નડ્ડા અને રિજિજુ બંને હાજર હતા. નક્કી થયું હતું કે બેઠક ફરીથી 4:30 વાગ્યે યોજાશે. જ્યારે સભ્યો સાંજે ફરી ભેગા થયા, ત્યારે બંને વરિષ્ઠ નેતાઓ કોઈપણ માહિતી વિના ગેરહાજર રહ્યા. ધનખડને આ વાતનું ખરાબ લાગ્યું અને થોડા કલાકોમાં જ તેમનું રાજીનામું સામે આવ્યું.
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે, તેને 'સોવિયેત શૈલીનું રાજીનામું' ગણાવ્યું. તેમણે આશા વ્યક્ત કરી કે, આગામી દિવસોમાં આ ઘટનાક્રમ પર ઘણું બધું બહાર આવશે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે, તેને ધનખડનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે, ભાજપ મતોનું વિભાજન કરવા માટે તમામ પ્રકારની યુક્તિઓ અપનાવી રહી છે. તેમણે ચૂંટણી પંચ અને વહીવટ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ધનખડના રાજીનામાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, વડા પ્રધાન મોદી તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિભાવ ન મળવો પણ ખૂબ જ ચિંતાજનક છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ