નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) મહારાષ્ટ્ર સરકારે 2006ના મુંબઈ લોકલ
ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને
નિર્દોષ છોડી મૂકવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ
કોર્ટ આ અરજી પર 24 જુલાઈએ સુનાવણી
કરશે.
બોમ્બે હાઈકોર્ટે 21 જુલાઈએ. પોતાનો ચુકાદો આપતાં 2006ના મુંબઈ લોકલ
ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને
નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. સપ્ટેમ્બર 2015માં, નીચલી કોર્ટે 5ને મૃત્યુદંડ અને 7ને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીઓએ આ સજાને.
હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના
આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
વર્ષ 2006માં મુંબઈની લોકલ ટ્રેનમાં થયેલા, શ્રેણીબદ્ધ 7 બોમ્બ
વિસ્ફોટોમાં કુલ 189 લોકો મૃત્યુ
પામ્યા હતા અને 820 લોકો ગંભીર રીતે
ઘાયલ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/સંજય/અમરેશ દ્વિવેદી/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ