નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) આગામી સપ્તાહે સંસદના બંને ગૃહોમાં ઓપરેશન
સિંદૂર પર ચર્ચા થશે. બુધવારે રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી) ની બેઠકમાં
પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર 16 કલાકની ચર્ચા કરવાનો નિર્ણય
લેવામાં આવ્યો હતો.
રાજ્યસભામાં વિપક્ષના નાયબ નેતા પ્રમોદ તિવારીએ બીએસીબેઠક બાદ સંસદ
ભવનના પરિસરમાં મીડિયાને જણાવ્યું હતું કે,” આ બેઠક રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશની
અધ્યક્ષતામાં યોજાઈ હતી. વિપક્ષે ઓપરેશન સિંદૂર પર ટૂંક સમયમાં ચર્ચા કરવાની માંગ
કરી હતી.” તેમણે કહ્યું કે,” રાજ્યસભામાં આ મુદ્દા પર 16 કલાક એટલે કે બે દિવસ
ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, વિપક્ષે આ સમયગાળા દરમિયાન કોઈ પ્રસ્તાવ ન લાવવાની પણ માંગ
કરી છે.”
તિવારીએ કહ્યું કે,” આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, તેથી શાસક પક્ષે
આ ચર્ચામાં વડાપ્રધાનની હાજરી માટેની અમારી માંગણીને નકારી નથી.”
પ્રધાનમંત્રી મોદી આજે 23 થી 26 જુલાઈ સુધી, બ્રિટન અને
માલદીવના પ્રવાસ માટે રવાના થયા છે. તેમના પાછા ફર્યા બાદ, આ મુદ્દા પર
પહેલા લોકસભામાં અને પછી આવતા અઠવાડિયે રાજ્યસભામાં ચર્ચા કરવામાં આવશે.”
દરમિયાન, રાજ્યસભાની કાર્યવાહી આજે આખો દિવસ હોબાળાને કારણે ચાલુ રહી
શકી નહીં. બપોરે 2 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ હોબાળો
શરૂ કરી દીધો, ત્યારબાદ
કાર્યવાહી ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. ગુરુવારની
કાર્યવાહીમાં, વિદાય લઈ રહેલા
સભ્યોને વિદાય આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ