બીજી અંડર-19 યુવા ટેસ્ટ: મલ્હોત્રાની સદી છતાં ઇંગ્લેન્ડનો દબદબો, ભારત બેકફૂટ પર
વોસ્ટર, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) ભારતના યુવા બેટ્સમેન વિહાન મલ્હોત્રાએ, શાનદાર સદી (123 બોલમાં 12૦ રન) ફટકારી, પરંતુ ઇંગ્લેન્ડના ડાબોડી સ્પિનર રાલ્ફી એલ્બર્ટ (6/53) ની ઘાતક બોલિંગ સામે ભારતીય ઇનિંગ્સ પત્તાના ઢગલા જેવી પ
કકીગકાૂ


વોસ્ટર, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.)

ભારતના યુવા બેટ્સમેન વિહાન મલ્હોત્રાએ, શાનદાર સદી (123 બોલમાં 12૦ રન) ફટકારી, પરંતુ

ઇંગ્લેન્ડના ડાબોડી સ્પિનર રાલ્ફી એલ્બર્ટ (6/53) ની ઘાતક બોલિંગ સામે ભારતીય ઇનિંગ્સ પત્તાના

ઢગલા જેવી પડી ભાંગી. બીજી અંડર-19 યુવા ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંત સુધીમાં

ઇંગ્લેન્ડે મજબૂત લીડ મેળવી લીધી છે.

મલ્હોત્રા અને આયુષ મ્હાત્રે (8૦ રન, 9૦ બોલમાં 9૦ રન) એ બીજી

વિકેટ માટે 133 રનની ઝડપી ભાગીદારી કરીને ભારતને મજબૂત

સ્થિતિમાં પહોંચાડ્યું. તે સમયે ભારતનો સ્કોર 17૦/1 હતો અને એવું લાગતું હતું કે, ટીમ પ્રથમ ઇનિંગ્સમાં મોટી

લીડ મેળવી શકે છે. પરંતુ મ્હાત્રે આઉટ થતાં જ ઇંગ્લેન્ડે મેચમાં વાપસી કરી અને

ભારતનો ઇનિંગ્સ 279 રનમાં સમેટાઈ

ગયો.

ભારતે પહેલી ઇનિંગમાં મહત્વપૂર્ણ લીડ ગુમાવી દીધી હતી, જે ઇંગ્લેન્ડના 3૦9 રનના સ્કોર સામે

૩૦ રનથી પાછળ રહી ગયું હતું. ત્યારબાદ ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં કોઈ નુકસાન વિના 93 રન બનાવ્યા હતા અને કુલ લીડ 123 રન થઈ ગઈ છે.

બીજી ઇનિંગમાં, ઇંગ્લેન્ડના બેટ્સમેન એડમ થોમસ (5૦*) અને બીજે ડોકિન્સ (42*) અણનમ છે અને

ટીમ મજબૂત સ્થિતિમાં છે.

ભારત માટે, હરવંશ પાંગલિયા (28 રન) અને

મલ્હોત્રાએ પાંચમી વિકેટ માટે 61 રન ઉમેર્યા હતા, પરંતુ ત્યારબાદ એલ્બર્ટે

ભારતીય ઇનિંગનો નાશ કર્યો. ભારતે છેલ્લી છ વિકેટ માત્ર 37 રનમાં ગુમાવી દીધી હતી.

સંક્ષિપ્ત સ્કોર: ઇંગ્લેન્ડ અંડર-19: ૩૦9 ઓલઆઉટ અને 93/૦ (25 ઓવરમાં) ભારત

અંડર-19: 279 ઓલઆઉટ (58.1 ઓવરમાં) (વિહાન મલ્હોત્રા 12૦, આયુષ મ્હાત્રે 8૦,રાલ્ફી એલ્બર્ટ 6/53)

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande