અનુપમ ખેરની ફિલ્મ, 'તન્વી ધ ગ્રેટ' મધ્યપ્રદેશમાં કરમુક્ત કરવામાં આવી
નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) અનુપમ ખેરની ફિલ્મ ''તન્વી ધ ગ્રેટ'' 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને દર્શકોએ પણ તેની વાર્તા અને કલાકારોના અભિનયની પ્રશંસા કરી હતી. જોકે, ફિલ
તન્વી


નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) અનુપમ ખેરની ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ' 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો

તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને દર્શકોએ પણ તેની વાર્તા અને કલાકારોના અભિનયની

પ્રશંસા કરી હતી. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ

પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી ન હતી. આ દરમિયાન, ફિલ્મના પક્ષમાં એક સારા સમાચાર આવ્યા છે.

મધ્યપ્રદેશ સરકાર દ્વારા 'તન્વી ધ ગ્રેટ'ને કરમુક્ત જાહેર

કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, આ નિર્ણયથી ફિલ્મને રાજ્યમાં વધુ દર્શકો

મળશે અને તેની કમાણીમાં વધારો થઈ શકે છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે જાહેરાત કરી છે કે,’

'તન્વી ધ ગ્રેટ'ને રાજ્યમાં

કરમુક્ત કરવામાં આવી છે.’ આ ફિલ્મ જોવા માટે જનતાને અપીલ કરતા તેમણે કહ્યું, આ માત્ર એક ફિલ્મ

નથી, પરંતુ એક

પ્રેરણાદાયક સંદેશ છે. અનુપમ ખેર અને તમામ કલાકારોને હાર્દિક અભિનંદન. આ ફિલ્મ

રાજ્યમાં કરમુક્ત કરવામાં આવી રહી છે.

તે જ સમયે, અનુપમ ખેરે પણ મુખ્યમંત્રી મોહન યાદવનો હૃદયપૂર્વક આભાર

વ્યક્ત કર્યો અને આ નિર્ણયને ફિલ્મ માટે મોટી રાહત ગણાવ્યો. તેમણે કહ્યું કે,” આ

સમર્થનથી ફિલ્મ વધુ લોકો સુધી પહોંચશે અને તેનો સંદેશ વધુ મજબૂત રીતે ગુંજશે.”

ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ' વિશે વાત કરીએ તો, તે 21 વર્ષીય તન્વી રૈનાની પ્રેરણાદાયી વાર્તા છે, જે ઓટીઝમ

સ્પેક્ટ્રમ ડિસઓર્ડર સાથે સંઘર્ષ કરે છે. આ પાત્ર શુભાંગી દત્તે, ખૂબ જ ગંભીરતાથી

ભજવ્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત, જેકી શ્રોફ, પલ્લવી જોશી, બોમન ઈરાની અને

કરણ ટેકર જેવા અનુભવી કલાકારો પણ આ સંવેદનશીલ વાર્તાનો ભાગ છે. બોક્સ ઓફિસ ટ્રેકર

સેકનિલ્ક અનુસાર, 'તન્વી ધ ગ્રેટ' અત્યાર સુધીમાં

કુલ 1.83 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. ભલે કમાણી મર્યાદિત રહી હોય, પરંતુ ફિલ્મને,

દર્શકો અને વિવેચકો તરફથી પ્રશંસા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande