જોશ ઈંગલીસની તોફાની ઇનિંગ્સને કારણે, ઓસ્ટ્રેલિયાએ બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું
-ઓસ્ટ્રેલિયાએ 5 મેચની ટી-20 શ્રેણીમાં 2-0ની લીડ મેળવી જમૈકા, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.). જોશ ઈંગલીસની વિસ્ફોટક બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ બુધવારે (ભારતીય સમય મુજબ) બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણ
જોશ ઈંગલીસની વિસ્ફોટક બેટિંગ


-ઓસ્ટ્રેલિયાએ 5 મેચની ટી-20 શ્રેણીમાં 2-0ની લીડ મેળવી

જમૈકા, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.). જોશ ઈંગલીસની વિસ્ફોટક બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ બુધવારે (ભારતીય સમય મુજબ) બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી.

ઈંગલીસે માત્ર 33 બોલમાં 78 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી, જ્યારે કેમેરોન ગ્રીને 32 બોલમાં 56 રન બનાવીને તેમને સારો સાથ આપ્યો. ઓસ્ટ્રેલિયાએ 173 રનનો લક્ષ્યાંક માત્ર 15.2 ઓવરમાં હાંસલ કર્યો અને 28 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી.

આ પહેલા, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી, પોતાની છેલ્લી મેચમાં દર્શકોને નાચવાની તક આપી હતી. તેણે માત્ર 15 બોલમાં 36 રન ફટકાર્યા હતા, જેમાં ચાર જંગી છગ્ગાનો સમાવેશ થતો હતો.

વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયન બોલર એડમ ઝામ્પાએ શાનદાર બોલિંગ કરી અને 29 રન આપીને ત્રણ વિકેટ લીધી.

હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટી20 મેચ શનિવારે સેન્ટ કિટ્સ અને નેવિસ (ઓસ્ટ્રેલિયન સમય) માં રમાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande