નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ દ્વારા વિવિધ
મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર અને ઘોંઘાટને કારણે, બુધવારે ચોમાસુ સત્રના ત્રીજા દિવસે
પણ વિક્ષેપ ચાલુ રહ્યો. આ કારણે, બંને ગૃહોની કાર્યવાહી 12:00 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી.
લોકસભામાં, સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને વિક્ષેપ ન બનાવવા, પ્લેકાર્ડ અને
પોસ્ટર ન લાવવા વિનંતી કરી. દરમિયાન, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રશ્નના જવાબમાં ગૃહને
જણાવ્યું કે,” કેન્દ્ર સરકાર બિહારમાં રેલ્વેના વિકાસ માટે કેવી રીતે કામ કરી રહી
છે.” તેમણે કહ્યું કે,” ફક્ત એનડીએજ બિહાર સાથે ન્યાય કરી શકે છે.” જ્યારે વિક્ષેપ ચાલુ રહ્યો, ત્યારે લોકસભા
સ્પીકરે કાર્યવાહી બપોરે 12:00 વાગ્યા સુધી
મુલતવી રાખી.
બીજી તરફ, રાજ્યસભામાં, એમડીએમકે પક્ષના નેતા વૈકોએ શ્રીલંકન નૌકાદળ દ્વારા
તમિલનાડુના માછીમારોની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો. આ દરમિયાન, બિહારમાં ચૂંટણી
પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલી એસઆઈઆરપ્રક્રિયા સામે વિપક્ષે સૂત્રોચ્ચાર ચાલુ
રાખ્યા. આ કારણે, ઉપાધ્યક્ષ
હરિવંશે કાર્યવાહી બપોરે 12:00 વાગ્યા સુધી
સ્થગિત કરી દીધી.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ