નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) કેન્દ્ર સરકારે ખેલાડીઓના અધિકારોનું રક્ષણ
કરવા અને ડોપિંગ નિયંત્રણ પ્રણાલીને વધુ અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય
ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025 લાવ્યું છે. આ બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું
હતું. આ બિલ વિશ્વ ડોપિંગ વિરોધી એજન્સીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે.
યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ,
લોકસભામાં 2022 ના સંબંધિત
કાયદામાં સુધારા સંબંધિત બિલ રજૂ કર્યું. આ બિલનો ઉદ્દેશ રમતગમતમાં ડોપિંગ વિરોધી
પગલાંને પ્રોત્સાહન આપવા અને મજબૂત બનાવવાનો અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી, રાષ્ટ્રીય ડોપ
પરીક્ષણ પ્રયોગશાળાના સંચાલન માટે એક વૈધાનિક માળખું પૂરું પાડવાનો અને રમતગમતમાં
ડોપિંગ વિરોધી રાષ્ટ્રીય બોર્ડની રચના કરવાનો છે.
આ બિલ રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા) અને રાષ્ટ્રીય
ડોપિંગ વિરોધી પ્રયોગશાળા (એનડીટીએલ) ના સંચાલન અને માળખામાં જરૂરી સુધારા કરે છે. તેનો હેતુ
બંને સંસ્થાઓને વધુ પારદર્શક, જવાબદાર અને વિશ્વસનીય બનાવવાનો છે.
આ બિલ ડોપિંગ વિરોધી નિયમના ઉલ્લંઘનના કિસ્સામાં સુનાવણી
અને અપીલની પ્રક્રિયાને પણ સ્પષ્ટ કરે છે. ડોપ પરીક્ષણ, શિસ્તભંગની
કાર્યવાહી અને અપીલ પ્રક્રિયા નાડાદ્વારા બનાવેલા નિયમો અનુસાર હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ