કાઠમંડુ, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.)
પાર્ટી પ્રમુખ અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિદ્યા
ભંડારીની સક્રિય રાજકારણમાં પાછા ફરવાની જાહેરાત પર બ્રેક લગાવી દીધી છે. નેપાળ
કોમ્યુનિસ્ટ પાર્ટી (યુએમએલ)ની સેન્ટ્રલ કમિટીની બેઠકમાં, ભંડારીની પાર્ટી
સભ્યપદ બરતરફ કરવાનો અને તેમને સક્રિય રાજકારણમાં કોઈ ભૂમિકા ન આપવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે.
સીપીએન-યુએમએલએ નિષ્કર્ષ કાઢ્યો છે કે,” ભૂતપૂર્વ
રાષ્ટ્રપતિ ભંડારી, જેમણે રાજ્યના
વડા અને નેપાળ સેનાના કમાન્ડર-ઇન-ચીફ તરીકે સેવા આપી છે, તેમણે પાર્ટી
રાજકારણમાં પાછા ફરવું જોઈએ નહીં.”
યુએમએલ પ્રચાર વડા રાજેન્દ્ર ગૌતમના જણાવ્યા અનુસાર,”મંગળવારે
યોજાયેલી સેન્ટ્રલ કમિટીની બેઠક દરમિયાન, પાર્ટીએ નિષ્કર્ષ કાઢ્યો હતો કે, પ્રજાસત્તાકનું પ્રતીક એવા
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને પાર્ટી નેતા અથવા કેડર બનાવવું, બંધારણની ભાવના વિરુદ્ધ
હશે.”
મંગળવારે મધ્યરાત્રિ સુધી ચાલેલી પાર્ટીની બેઠક બાદ,
પત્રકાર પરિષદમાં ગૌતમે કહ્યું કે,” પાર્ટી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી
ભંડારીનું સન્માન કરે છે પરંતુ આટલા ઉચ્ચ બંધારણીય પદ પર રહેલી વ્યક્તિએ ફરીથી
રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ ન કરવું જોઈએ.” તેમણે કહ્યું કે,” આવી સંડોવણી
રાષ્ટ્રપતિ પદની ગરિમાને નબળી પાડશે અને જાહેર ટીકાને આમંત્રણ આપશે.”
પાર્ટીની બેઠકમાં કેપી શર્મા ઓલીને યુએમએલના અધ્યક્ષ તરીકે
ચાલુ રહેવા માટે સમર્થન મળ્યું, જેમાં 70 વર્ષની વય મર્યાદા અને બે કાર્યકાળની મર્યાદા દૂર કરવામાં
આવી. આ સુધારા આગામી વિધાનસભા પરિષદમાં પસાર થવાની અપેક્ષા છે.
ગૌતમે કહ્યું કે,” બેઠકમાં બોલનારા મોટાભાગના નેતાઓએ મિશન-2084 અભિયાન માટે
ઓલીના સતત નેતૃત્વને ટેકો આપ્યો હતો.” તેમણે એમ પણ કહ્યું કે,” ઉપાધ્યક્ષ
સુરેન્દ્ર પાંડે અને યુવરાજ ગ્યાવલી અને સ્થાયી સમિતિના સભ્ય કર્ણ બહાદુર થાપા
સહિત, કેટલાક નેતાઓ ભંડારીને પાછા ફરવાથી રોકવાના નિર્ણય સાથે અસંમત હતા.”
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ