પ્રધાનમંત્રી મોદી આજે બ્રિટન જશે, પ્રવાસના છેલ્લા તબક્કામાં માલદીવની પણ મુલાકાત લેશે
નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બ્રિટન જવા રવાના થઈ રહ્યા છે. આ પ્રવાસમાં તેઓ, ખાલિસ્તાની ઉગ્રવાદીઓની હાજરી અને બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર (એફટીએ) ને અંતિમ સ્વરૂપ આપવા સહિત વિવિધ મુદ્દાઓ
નમો


નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બ્રિટન જવા રવાના થઈ રહ્યા છે. આ પ્રવાસમાં

તેઓ, ખાલિસ્તાની ઉગ્રવાદીઓની હાજરી અને બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર (એફટીએ) ને અંતિમ સ્વરૂપ

આપવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

પ્રધાનમંત્રી મોદી આજે, તેમની ચોથી બ્રિટન મુલાકાત માટે રવાના

થશે. પ્રધાનમંત્રી મોદી બુધવારે સાંજે સ્થાનિક સમય મુજબ બ્રિટન પહોંચે તેવી

અપેક્ષા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, પ્રધાનમંત્રી મોદી 23 થી 24 જુલાઈ સુધી બ્રિટનના સત્તાવાર પ્રવાસે બ્રિટિશ વડા પ્રધાન

કીર સ્ટારમર સાથે ચર્ચા માટે જશે. તેઓ કિંગ ચાર્લ્સ III ને પણ મળશે.

ભારત અને બ્રિટન વચ્ચે 24 જુલાઈએ, એફટીએ પર હસ્તાક્ષર થવાની ધારણા છે.

જે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈ આપશે. આ દ્વારા, 2030 સુધીમાં ભારત-યુકે

દ્વિપક્ષીય વેપારને 120 અબજ યુએસ ડોલર

સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ પ્રધાનમંત્રી મોદી સાથે

લંડનમાં રહેશે.

ખાસ વાત એ છે કે,” બ્રિટન ભારતમાં છઠ્ઠું સૌથી મોટું

રોકાણકાર છે, જે કુલ 36અરબ ડોલર એફડીઆઈ ધરાવે

છે. જ્યારે ભારત પણ બ્રિટનમાં એક મુખ્ય રોકાણકાર છે, જે કુલ 20અરબ ડોલર એફડીઆઈ ધરાવે છે.”

બ્રિટન પછી, આ પ્રવાસના છેલ્લા તબક્કામાં, વડાપ્રધાન મોદી માલદીવની સત્તાવાર મુલાકાતે જશે, જે 25-26 જુલાઈ દરમિયાન

રહેશે. વડાપ્રધાન મોદીની માલદીવની આ ત્રીજી મુલાકાત હશે. તેઓ માલદીવના રાષ્ટ્રપતિ

ડૉ. મોહમ્મદ મોઇઝુના આમંત્રણ પર માલદીવ જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે, માલદીવમાં

રાષ્ટ્રપતિ મોઇઝુએ સત્તા સંભાળ્યા પછી વડાપ્રધાન મોદીની, માલદીવની મુલાકાત કોઈ

વિદેશી રાષ્ટ્રપ્રમુખની પ્રથમ મુલાકાત હશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande