પ્રધાનમંત્રી મોદી, બ્રિટન અને માલદીવના ચાર દિવસના પ્રવાસ માટે રવાના થયા,
નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બ્રિટન અને માલદીવના ચાર દિવસના પ્રવાસ માટે રવાના થયા છે. આ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરશે.
નમો


નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બ્રિટન

અને માલદીવના ચાર દિવસના પ્રવાસ માટે રવાના થયા છે. આ દરમિયાન, પ્રધાનમંત્રી

બંને દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરશે.

પ્રવાસના પહેલા તબક્કામાં,

પ્રધાનમંત્રી 23 અને 24 જુલાઈના રોજ

બ્રિટનમાં રહેશે, જ્યાં તેઓ

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અને અનેક કરારો પર

હસ્તાક્ષર કરશે.

આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ ભારત-બ્રિટન મુક્ત વેપાર કરાર (એફટીએ) છે, જેને બંને દેશો

વચ્ચેના આર્થિક સંબંધો માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ વિદેશ પ્રવાસ માટે રવાના થતા પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”

ભારત અને બ્રિટન વચ્ચે વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, સંશોધન અને લોકો-થી-લોકોના સંપર્ક જેવા ક્ષેત્રોમાં

સહયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મુલાકાત આ સંબંધોને વધુ ગાઢ બનાવશે. બ્રિટનમાં

તેમના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી

મોદીને રાજા ચાર્લ્સ III ને મળવાનો પણ

પ્રસ્તાવ છે.”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,” બ્રિટિશ પ્રધાનમંત્રી સર

કીર સ્ટારમર સાથેની તેમની મુલાકાત બંને દેશો વચ્ચે આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવશે.

આ મુલાકાત બંને દેશોમાં સમૃદ્ધિ, વિકાસ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ

સાબિત થશે.”

આ સાથે, પ્રધાનમંત્રી રાજા ચાર્લ્સ ત્રીજાને પણ મળવાના છે. ત્યારબાદ

પ્રધાનમંત્રી 25-26 જુલાઈના રોજ

માલદીવની મુલાકાત લેશે, જ્યાં તેઓ

રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુના આમંત્રણ પર માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની

ઉજવણીમાં ભાગ લેશે. આ વર્ષે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ

થવાના છે.

મોદીએ કહ્યું કે,” તેઓ ભારત અને માલદીવ વચ્ચે વ્યાપક આર્થિક

અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ મુઇઝુ અને

માલદીવના અન્ય નેતાઓને મળવા માટે આતુર છે. ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અને આર્થિક

સહયોગના ક્ષેત્રમાં અમારું સહિયારું દ્રષ્ટિકોણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને

સમૃદ્ધિ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.”

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “આ મુલાકાત

પડોશી પ્રથમ નીતિને મજબૂત બનાવશે અને ભારતના નાગરિકોને નક્કર લાભો લઈને

આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / જીતેન્દ્ર તિવારી / પવન

કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande