ઉપરાષ્ટ્રપતિ પદની, ચૂંટણી પ્રક્રિયા શરૂ
નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા વિદાય લેતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ શરૂ કરવામાં આવી છે. જરૂરી તૈયારીઓ પૂર્ણ થયા પછી ચૂંટણી કાર્યક્રમો જાહેર
પદ


નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી

પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા વિદાય લેતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા

બાદ શરૂ કરવામાં આવી છે. જરૂરી તૈયારીઓ પૂર્ણ થયા પછી ચૂંટણી કાર્યક્રમો જાહેર

કરવામાં આવશે. પંચે બુધવારે જણાવ્યું હતું કે,” ગૃહ મંત્રાલયના

22 જુલાઈના જાહેરનામામાં ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના રાજીનામા અંગે માહિતી

આપવામાં આવી છે.”

બંધારણના અનુચ્છેદ 324 હેઠળ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી

યોજવા માટે કમિશન અધિકૃત છે. આ ચૂંટણીઓ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી

અધિનિયમ, 1952 અને તેના

હેઠળ બનાવેલા નિયમો અનુસાર હાથ ધરવામાં આવે છે. આયોગે તેની તૈયારીઓ સંબંધિત માહિતી

આપી છે. આમાં ઇલેકટોરલ કોલેજની તૈયારી, રિટર્નિંગ ઓફિસર અને સહાયક રિટર્નિંગ ઓફિસરોની નિમણૂક અને

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓ સંબંધિત પૃષ્ઠભૂમિ સામગ્રીનું સંકલન અને વિતરણ

શામેલ છે.

ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, એક ઇલેકટોરલ કોલેજદ્વારા કરવામાં

આવે છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ થાય

છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande