એફટીએ એ માત્ર આર્થિક વ્યવહાર નથી, તે સહિયારી સમૃદ્ધિ માટે એક બ્લુપ્રિન્ટ છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). ભારત અને બ્રિટને, ગુરુવારે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા. આનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળશે. આ કરારથી બંને દેશો વચ્ચે વાર્ષિક આશરે 34 બિલિયન ડોલરનો વેપાર વધવાની અપેક્ષા છે. આ કરારથી બ્ર
ભારત અને બ્રિટનના પ્રધાનમંત્રી


નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). ભારત અને બ્રિટને, ગુરુવારે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા. આનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળશે. આ કરારથી બંને દેશો વચ્ચે વાર્ષિક આશરે 34 બિલિયન ડોલરનો વેપાર વધવાની અપેક્ષા છે. આ કરારથી બ્રિટનમાં ભારતીય ઉત્પાદનો માટે વધુ સારું બજાર મળશે અને બીજી તરફ, બ્રિટિશ ઉત્પાદનો ભારતીય ગ્રાહકોને સસ્તા દરે ઉપલબ્ધ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવા માટે બ્રિટનની બે દિવસીય મુલાકાતે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ઐતિહાસિક ભારત-યુકે મુક્ત વેપાર કરારને ઔપચારિક બનાવવાનો હતો. પ્રધાનમંત્રી મોદીએ આજે લંડનમાં ચેકર્સ એસ્ટેટ ખાતે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા. બંને નેતાઓ વચ્ચેની વાતચીતથી વિઝન 2035 દ્વારા શિક્ષણ, સંરક્ષણ, ટેકનોલોજી અને આબોહવા જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાની ભાગીદારીને નવી દિશા મળી છે. બાદમાં, એક સંયુક્ત નિવેદનમાં, બંને દેશોએ આતંકવાદ, લોકશાહી મૂલ્યો અને વૈશ્વિક શાંતિ પર પણ સમાન વિચારો શેર કર્યા.

તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટાર્મર સાથેના સંયુક્ત નિવેદનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં આ એક ઐતિહાસિક દિવસ છે. વર્ષોની મહેનત પછી, બંને દેશો વચ્ચે એક વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર સંમતિ સધાઈ છે. આ કરાર ફક્ત આર્થિક સહયોગ નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ તરફ એક નક્કર પગલું છે. તેમણે કહ્યું, આ કરાર ફક્ત આર્થિક વ્યવહાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટે એક બ્લુપ્રિન્ટ છે. વર્ષોની મહેનત પછી થયેલ આ કરાર લગભગ 34 બિલિયન ડોલરના વાર્ષિક દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપશે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આ કરાર બ્રિટિશ બજારમાં ભારતીય કાપડ, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને વધુ સારી રીતે ઍક્સેસ આપશે. આ સાથે, કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે નવી તકો ઊભી થશે. ભારતના યુવાનો, ખેડૂતો, માછીમારો અને એમએસએમઈ ક્ષેત્રને આનાથી વિશેષ લાભ મળશે. મોદીએ કહ્યું કે, બીજી તરફ, તબીબી ઉપકરણો અને એરોસ્પેસ ભાગો જેવા બ્રિટિશ ઉત્પાદનો હવે ભારતમાં પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે. આ ભારતીય ગ્રાહકો અને ઉદ્યોગોને વિશ્વસ્તરીય ટેકનોલોજી અને ગુણવત્તા પ્રદાન કરશે. તેમણે કહ્યું કે આ કરારની સાથે, બંને દેશો વચ્ચે ડબલ ટેક્સેશન એવોઇડન્સ કન્વેન્શન પર પણ સંમતિ સધાઈ છે, જે સેવા ક્ષેત્રમાં નવી ઉર્જા લાવશે.

પ્રધાનમંત્રી મોદીએ તેમના નિવેદનમાં વિઝન 2035નો પણ ઉલ્લેખ કર્યો. આ ટેકનોલોજી, સંરક્ષણ, આબોહવા, શિક્ષણ અને લોકો-થી-લોકોના સંપર્ક જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ માટે એક રોડમેપ તૈયાર કરશે. તેમણે માહિતી આપી કે, છ બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલી રહી છે, જેમાંથી ગુરુગ્રામમાં સાઉથ હેમ્પટન યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

બંને દેશોએ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ સમાન વિચાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ, ઈન્ડો-પેસિફિકમાં શાંતિ અને સ્થિરતા, યુક્રેન કટોકટી અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સતત વાતચીત વિશે વાત કરી. તેમણે પહેલગામ હુમલાની નિંદા કરવા બદલ બ્રિટિશ સરકારનો આભાર માન્યો અને પુનરોચ્ચાર કર્યો કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો અસ્વીકાર્ય છે.

પ્રધાનમંત્રીએ, બંને દેશો વચ્ચેના સંબંધોની તુલના ક્રિકેટ સાથે કરી અને કહ્યું કે, અમારા માટે તે રમત નથી પણ જુસ્સો છે અને અમારી ભાગીદારીનું રૂપક પણ છે. તેમણે કહ્યું, કેટલીક વાર સ્વિંગ અને મિસ થઈ શકે છે, પરંતુ અમે હંમેશા સીધા બેટથી રમીએ છીએ! અમે ઉચ્ચ સ્કોરિંગ ધરાવતી મજબૂત ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

પ્રધાનમંત્રીએ, ગયા મહિને ગુજરાતમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોના પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. એક નિવેદનમાં, પ્રધાનમંત્રી સ્ટાર્મરે આ કરારને બ્રેક્ઝિટ પછી બ્રિટન માટે સૌથી મહત્વપૂર્ણ અને વ્યાપક વેપાર કરાર ગણાવ્યો. સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું કે, આ ભાગીદારી માત્ર વ્યવસાય જ નથી પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે અને આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા આપશે. તેમણે કહ્યું, આ કરાર બંને દેશોને જબરદસ્ત લાભ લાવશે. તે નોકરીઓમાં વધારો કરશે, જીવનધોરણમાં સુધારો કરશે અને સામાન્ય લોકોના ખિસ્સામાં વધુ પૈસા મૂકશે. સ્ટાર્મરે તેને 'બ્રિટન વ્યવસાય માટે ખુલ્લું છે' નો શક્તિશાળી સંદેશ ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ કરાર વ્યવસાયને સસ્તો, ઝડપી અને સરળ બનાવશે. તેમણે વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને વ્યવહારુ અભિગમની પ્રશંસા કરી.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande