પ્રધાનમંત્રી 27-28 જુલાઈએ તમિલનાડુની મુલાકાત લેશે, રાજેન્દ્ર ચોલ પ્રથમના જન્મજયંતિ સમારોહમાં હાજરી આપશે
ચેન્નઈ, નવી દિલ્હી,25 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 27 અને 28 તારીખે તમિલનાડુની બે દિવસીય મુલાકાતે રહેશે. અહીં તેઓ મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રીની મુલાકાતનું
ભેટ


ચેન્નઈ, નવી દિલ્હી,25 જુલાઈ (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 27 અને 28 તારીખે તમિલનાડુની બે દિવસીય

મુલાકાતે રહેશે. અહીં તેઓ મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ

લેશે.

પ્રધાનમંત્રીની મુલાકાતનું મુખ્ય આકર્ષણ 27 જુલાઈએ અરિયાલુર

જિલ્લાના ગંગૈકોંડા ચોલાપુરમ ખાતે રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમના ઐતિહાસિક ગંગા

વિજયની 1૦૦૦મી જન્મજયંતિની ઉજવણી હશે. તમિલનાડુ સરકાર 23 જુલાઈથી ચોલ સમ્રાટની

જન્મજયંતિની ઉજવણી કરી રહી છે, જેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, બૃહદેશ્વર

મંદિરની આસપાસ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી

રાજેન્દ્ર ચોલ પ્રથમના વારસાને માન આપવા માટે એક સ્મારક સિક્કો પણ બહાર પાડી શકે

છે.

આ ઉપરાંત, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા રાજાના

પ્રખ્યાત ગંગા અને કદરામ અભિયાનોનું પ્રદર્શન કરતી, એક ફોટો પ્રદર્શન પણ સ્થાપિત

કરવામાં આવશે. આ સાથે, શૈવ ધર્મ અને ચોલ

યુગને લગતી, લઘુચિત્ર શિલ્પો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શનો ચોલ રાજવંશના

ઐતિહાસિક અને કલાત્મક યોગદાનને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી યોજાઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી 28 જુલાઈના રોજ તુતીકોરિન એરપોર્ટના અપગ્રેડેડ અને આધુનિક

સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે,

જે આ પ્રદેશ માટે

એક મુખ્ય માળખાગત વિકાસ છે. મૂળ 1992 માં બાંધવામાં આવેલા, એરપોર્ટનું વિસ્તરણ રૂ. 381 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રનવેને 1,350 મીટરથી 3,000 મીટર સુધી

લંબાવવામાં આવ્યો છે. આ અપગ્રેડ સાથે, એરપોર્ટ હવે એક સાથે પાંચ વિમાનો માટે, પાર્કિંગ-બે સમાવી

શકે છે, કનેક્ટિવિટીમાં

સુધારો કરે છે અને પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપે છે.

પ્રધાનમંત્રીની મુલાકાત સાંસ્કૃતિક સન્માન અને આધુનિક

વિકાસના મિશ્રણને રેખાંકિત કરે છે. પ્રધાનમંત્રીની ભાગીદારી ભારતના ઐતિહાસિક

વારસાને જાળવવા અને તેના માળખાગત સુવિધાઓને આગળ વધારવાના મહત્વને પ્રતિબિંબિત કરે

છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. આર.બી. ચૌધરી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande