ચંડીગઢ, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) પંજાબની ફિરોઝપુર પોલીસે સરહદ પારથી આવતા ડ્રગ તસ્કરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને 15 કિલો હેરોઈન સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે શુક્રવારે જણાવ્યું હતું કે, ફિરોઝપુર જિલ્લા પોલીસે પોલીસ સ્ટેશન ઘલ ખુર્દ વિસ્તારમાંથી ડ્રગ તસ્કર રમેશ કુમાર ઉર્ફે મેચીની ધરપકડ કરી છે અને તેના કબજામાંથી 15 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેની જૂની કડીઓની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે સરહદ પારના તસ્કરો સાથે તેના જોડાણની શક્યતા છે. ધરપકડ કરાયેલ આરોપી પંજાબ અને અન્ય સ્થળોએ ડ્રગ સપ્લાયના નેટવર્કમાં મહત્વપૂર્ણ પાત્ર હોઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ