આંધ્રપ્રદેશમાં રામકૃષ્ણ સહિત, ઘણા માઓવાદીઓએ ડીજીપી સમક્ષ આત્મસમર્પણ કર્યું
વિજયવાડા, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.). આંધ્રપ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) હરીશ કુમાર ગુપ્તા સમક્ષ શનિવારે ઘણા માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. ડીજીપીએ આ અંગે મીડિયાને માહિતી આપી. આંધ્રપ્રદેશના પોલીસ મહાનિર્દેશક સમક્ષ આત્મસમર્પણ કરનારાઓમાં દંપતી ર
આંધ્રપ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) હરીશ કુમાર ગુપ્તા


વિજયવાડા, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.). આંધ્રપ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) હરીશ કુમાર ગુપ્તા સમક્ષ શનિવારે ઘણા માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. ડીજીપીએ આ અંગે મીડિયાને માહિતી આપી.

આંધ્રપ્રદેશના પોલીસ મહાનિર્દેશક સમક્ષ આત્મસમર્પણ કરનારાઓમાં દંપતી રામકૃષ્ણ અને અરુણાનો પણ સમાવેશ થાય છે. ડીજીપીએ મીડિયાને જણાવ્યું કે, સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન એઓબી બોર્ડરની અંદર મોટી માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા હથિયારોમાં એકે-47, ગ્રેનેડ અને અન્ય ઘણા ઘાતક હથિયારોનો સમાવેશ થાય છે.

ડીજીપીએ જણાવ્યું કે, સમયાંતરે, માઓવાદીઓની ગતિવિધિઓ વિશે માહિતી મળતાં, પોલીસ વહીવટીતંત્ર સુરક્ષા દળો સાથે સંયુક્ત કામગીરી ચલાવે છે. તેમણે માહિતી આપી કે રાજ્યના લગભગ 21 લોકો છત્તીસગઢ અને ઝારખંડ જેવા વિવિધ રાજ્યોમાં માઓવાદી સભ્યો તરીકે કામ કરી રહ્યા છે. તેમણે તમામ માઓવાદીઓને જીવનના મુખ્ય પ્રવાહમાં આવવા અને રાજ્યના વિકાસનો ભાગ બનવા અપીલ કરી. ડીજીપીએ હજુ સુધી આત્મસમર્પણ કરાયેલા માઓવાદીઓની કુલ સંખ્યા જાહેર કરી નથી.

હિન્દુસ્થાન સમાચાર/નાગરાજ રાવ/ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande