ડૉ. માંડવિયાએ, કારગિલ નાયકોના સન્માનમાં 'સન્ડે ઓન સાયકલ'નું નેતૃત્વ કર્યું
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે, ગુજરાતના અમદાવાદમાં કારગિલ વિજય દિવસની ઉજવણી માટે ફિટનેસ અને દેશભક્તિની ભાવના ઉજવતા ''સન્ડે ઓન સાયકલ'' અભિયાનનું નેતૃત્વ કર્યું. આ
રમત


નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.

મનસુખ માંડવિયાએ રવિવારે, ગુજરાતના અમદાવાદમાં કારગિલ વિજય દિવસની ઉજવણી માટે

ફિટનેસ અને દેશભક્તિની ભાવના ઉજવતા 'સન્ડે ઓન સાયકલ' અભિયાનનું નેતૃત્વ કર્યું. આ કાર્યક્રમમાં 800 થી વધુ સહભાગીઓએ

ભાગ લીધો હતો, જેમાં કેન્દ્રીય

સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ), રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ), નહેરુ યુવા

કેન્દ્ર સંગઠન (એનવાયકેએસ),

ગુજરાત વિદ્યાપીઠ, સ્થાનિક સાયકલિંગ

જૂથો અને ફિટનેસ ઉત્સાહીઓનો સમાવેશ થાય છે.

કારગિલ યુદ્ધના નાયકોને સલામ કરવા અને સ્વસ્થ, ફિટ ભારતને

પ્રોત્સાહન આપવાના બેવડા મિશનમાં લોકોને એક કરવા માટે 'સન્ડે ઓન સાયકલ' પહેલનું એકસાથે 6,000 થી વધુ સ્થળોએ

આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત મંત્રી ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે,” દર

વર્ષે 26 જુલાઈના રોજ, આપણે કારગિલ વિજય

દિવસ પર આપણા સૈનિકોની બહાદુરીનું સન્માન કરીએ છીએ. આ ભાવનાને આગળ ધપાવતા, આજે આપણે 'સન્ડે ઓન સાયકલ' અભિયાનમાં આપણા

સશસ્ત્ર દળો સાથે ગર્વથી હાથ મિલાવ્યા છે. મને આપણા સશસ્ત્ર દળો અને કેન્દ્રીય

સશસ્ત્ર પોલીસ દળોના જવાનો સાથે સાયકલ ચલાવવાનો લહાવો મળ્યો અને આપણા બહાદુર

શહીદોને શ્રદ્ધાંજલિ આપી.”

તેમણે કહ્યું કે,” વિકસિત ભારતનું વિઝન સ્વસ્થ ભારતથી શરૂ

થાય છે. જ્યારે લોકો શારીરિક રીતે સ્વસ્થ હોય છે, ત્યારે તેમની માનસિક અને ભાવનાત્મક

સ્થિતિસ્થાપકતા પણ વધે છે અને આવા વ્યક્તિઓથી બનેલું રાષ્ટ્ર અજેય બને છે. ફિટનેસ

ફક્ત શરીર વિશે નથી, તે જીવનનો એક

માર્ગ છે જે શિસ્ત, ધ્યાન અને હેતુને

પ્રોત્સાહન આપે છે. હું દરેક નાગરિકને દરરોજ ઓછામાં ઓછો એક કલાક સાયકલ ચલાવવા અથવા

શારીરિક પ્રવૃત્તિ માટે સમર્પિત કરવા વિનંતી કરું છું. જ્યારે આપણે સાથે ચાલીએ છીએ, ત્યારે આપણે સાથે

વિકાસ કરીએ છીએ. ફિટ ભારત એક સંયુક્ત ભારત છે અને સાથે મળીને આપણે એક મજબૂત, સ્વસ્થ, વધુ આત્મનિર્ભર

ભારતનું નિર્માણ કરીશું.”

અહીં, આ કાર્યક્રમ દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આયોજિત કરવામાં આવ્યો

હતો. અહીં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં 1,000 થી વધુ લોકોએ

હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં હાજરી આપનારા કારગિલ યુદ્ધના અનુભવી કર્નલ બક્ષીએ

કહ્યું કે,” આ પહેલે તમામ ઉંમરના લોકોને એકસાથે લાવ્યા છે. લગભગ 70 વર્ષની ઉંમરે, મને આવી

પ્રેરણાદાયી વસ્તુનો ભાગ બનવાનો ગર્વ છે.”

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande