POSH act માટેની માહિતીનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
અમરેલી, 27 જુલાઈ (હિ.સ.) : અમરેલી શહેર પોલીસ સ્ટેશન અને મહિલા અને બાળ કલ્યાણ કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલાઓના સુરક્ષા અને સશક્તિકરણના હેતુસર POSH (Prevention of Sexual Harassment) ઍક્ટ અંગે માહિતગાર કરવા માટે વિશિષ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હ
POSH act  માટેની માહિતીનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું


અમરેલી, 27 જુલાઈ (હિ.સ.) : અમરેલી શહેર પોલીસ સ્ટેશન અને મહિલા અને બાળ કલ્યાણ કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલાઓના સુરક્ષા અને સશક્તિકરણના હેતુસર POSH (Prevention of Sexual Harassment) ઍક્ટ અંગે માહિતગાર કરવા માટે વિશિષ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ અમરેલી એસ.ટી. ડેપોમાં કાર્યરત મહિલા કંડક્ટર બહેનો માટે રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશમાં કાર્યસ્થળે મહિલાઓ સામે થતા જાતીય ઉત્પીડન અંગેની જાગૃતિ વધારવી અને કાયદાકીય જ્ઞાન પૂરુ પાડવાનું હતું. વર્કશોપમાં શી-ટીમના મહિલા અધિકારીઓ અને મહિલા બાળ કચેરીના નિષ્ણાતો દ્વારા POSH ઍક્ટ-2013 વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમાં કાર્યસ્થળે સુરક્ષિત વાતાવરણ કેવી રીતે ઊભું કરવું, નોંધાવવાની પ્રક્રિયા, આંતરિક સમિતિની રચના અને તેની ભૂમિકા, તેમજ કાયદાકીય સહાય અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

વર્કશોપ દરમિયાન મહિલા કંડક્ટર બહેનોની ક્વેરીઝનું સમાધાન પણ કરવામાં આવ્યું અને તેમને આત્મવિશ્વાસથી પોતાનું કામ કરવાની પ્રેરણા આપી. મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળની સ્થાપના અને સમાજમાં લિંગસમાનતાના મૌલિક અધિકારને મજબૂત બનાવવાના હેતુથી કાર્યક્રમોનો ઉપયોગી ફાળો રહે છે.

આવા જાગૃતિમૂલક કાર્યક્રમો દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓમાં કાયદા અંગે જાણકારી વધારવી, અને તેમને સામાજિક રીતે વધુ સશક્ત બનાવવી એ પોઝિટિવ દિશામાં પહેલ ગણાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande