ચલણી નોટોનો વિડીયો બનાવીને દેશભરમાં છેતરતા ભુજના બે શખ્સ ઝબ્બે
ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : ભારતીય ચલણની 500ની નોટની થપ્પીઓના વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ તથા વોટ્સએપમાં શેર કરી છેતરપિંડીના પ્રયાસ બદલ ભુજના બે શખ્સને એલસીબીએ ઝડપી લીધા હતા. પોલીસની લલચામણા વિડિઓ ઉપર બાઝ નજર લલચામણા વીડિયો શેર કરી
વીડિઓથી છેતરતા બે શખ્સ પકડાયા


ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) :

ભારતીય ચલણની 500ની નોટની થપ્પીઓના વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ તથા વોટ્સએપમાં શેર કરી છેતરપિંડીના પ્રયાસ બદલ ભુજના બે શખ્સને એલસીબીએ ઝડપી લીધા હતા.

પોલીસની લલચામણા વિડિઓ ઉપર બાઝ નજર

લલચામણા વીડિયો શેર કરી છેતરપિંડીના બનાવો વધતા પોલીસ બાજનજર રાખી રહી છે. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી અને પીએસઆઈ જે.બી. યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા ત્યારે પંકજભાઈ અને રણજિતસિંહને સંયુક્ત ખાનગી બાતમીના આધારે અમન અનવર ભુકેરા (રહે. રાજ ફર્નિચર સામે, ભુજ) અને અમન આરીફ સુરંગી (રહે. સંજોગનગર, ભુજ)ને ઝડપી તેના પાસેના મોબાઈલમાં વોટ્સએપમાં રાજેશકુમાર ગુપ્તા સાથે થયેલી ચેટ ચેક કરી હતી.

પાર્ટીને દિલ્હીથી બોલાવી હતી!

ચેટમાં ચલણી નોટોની થપ્પીઓના વીડિયો મૂક્યા હતા. તેને વિશ્વાસમાં લઈ દિલ્હીથી ભુજ બોલાવેલા મેસેજ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું કે, અમે પાર્ટીને વિશ્વાસમાં લઈ છેતરવાના ઈરાદે ભુજ બોલાવ્યા હતા.

ત્રણ આઈડી પરથી પણ ઘણા બધા વીડિયો બનાવી શેર કર્યા

વોટ્સએપમાં અન્ય લોકોને પણ વીડિયો છેતરવાના ઈરાદે શેર કર્યા હતા. ઈન્સ્ટાગ્રામની ત્રણ આઈડી પરથી પણ ઘણા બધા આવા વીડિયો બનાવી શેર કર્યા હતા. આમ છેતરપિંડી બદલ બંને વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande