રાજસ્થાનના વેપારી પાસેથી બે ઈસમ 10 લાખની રોકડ ઉઠાવી ગયા, કચ્છના દુધઈ પાસેની ઘટના
ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : અંજાર તાલુકાનાં દુધઇ નજીક આવેલા હરિનગર પાસે રાજસ્થાનના એક આધેડને છરી બતાવીને બે શખ્સ નાસી ગયા હતા. રૂપિયા 10 લાખની રોકડ ઉપાડી જતાં ચકચાર ફેલાઈ હતી. ભુજ ભચાઉ રોડ ઉપર હરિનગર પાસે લૂંટઆ બનાવને પગલે પોલીસમાં ભારે દોડધામ થઇ
રાજસ્થાનના વેપારી પાસેથી બે ઈસમ 10 લાખની રોકડ ઉઠાવી ગયા, કચ્છના દુધઈ પાસેની ઘટના


ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : અંજાર તાલુકાનાં દુધઇ નજીક આવેલા હરિનગર પાસે રાજસ્થાનના એક આધેડને છરી બતાવીને બે શખ્સ નાસી ગયા હતા. રૂપિયા 10 લાખની રોકડ ઉપાડી જતાં ચકચાર ફેલાઈ હતી.

ભુજ ભચાઉ રોડ ઉપર હરિનગર પાસે લૂંટઆ બનાવને પગલે પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર દુધઇ નજીક આવેલાં હરિનગરમાં હનુમાન મંદિર પાસે રવિવારે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. રાજસ્થાનના બિકાનેરના અશોકકુમાર ધનરાજ લુણાવત (જૈન) આ બનાવનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું. આ આધેડ ફરિયાદી બપોરે હરિનગર બાજુ હતા ત્યારે ભુજના રમજાનશા કાસમશા શેખ અને આબિદખાન અબ્દુલખાન પઠાણ નામના શખ્સો આ ફરિયાદી પાસે આવ્યા હોવાનું દુધઇ પોલીસ પ્રવક્તાએ વિગતો આપતાં જણાવ્યું હતું. છરી બતાવીને રકમ લૂંટી લીધી આ બંને આરોપીએ આધેડને છરી બતાવી તેમની પાસેથી રોકડ રૂા.10લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવમાં બે શખ્સને પોલીસે દોડધામ કરીને રાઉન્ડ-અપ કરી લીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande