પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં શ્રાવણ માસમાં જુગારની મોસમ ખીલી હોય તેમ અલગ-અલગ વિસ્તારોમાંથી પોલીસ જુગાર ઝડપી રહી છે નવી ખડપીઠ વિસ્તારમાં દશામાના મંદિર પાસે જુગાર ચાલી રહ્યો છે. તેવી બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા મનીષ રમેશ સોલંકી, નિલેશ મનુભાઈ સોલંકી અને અનિલ રસીકભાઈ સોલંકીને ઝડપી લીધા હતા અને રૂ. 13,730નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya