પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરે ઓડદર સ્થિત ગૌશાળાના વિકાસ માટે પાંચ વર્ષ માટે કુલ 12.55 લાખનું અનુદાન આપ્યું હતું તેમજ અન્ય સંસ્થાઓને પણ ગૌ-સેવા માટે અનુદાન આપવા અપીલ કરી હતી. કેતનભાઈની અપીલ બાદ પોરબંદરની વિવિધ સંસ્થાઓ અને ગૌ-પ્રેમી લોકોએ ગાયોની સેવા અને ઓડદર ગૌશાળામાં ગાયોને પૂરતી સુવિધા મળે તે માટે હૃદય ખોલીને દાન કર્યું હતું જેમાં પાંચ વર્ષ માટે 1.5 કરોડ જેવી રકમ એકત્ર થઇ હતી જેથી ગૌ-પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. આ અનુદાનમાં બાલા હનુમાન ગ્રુપ (હ. કેતનભાઈ ગજજર) 12.55 લાખ, નેચર કલબ ઓફ પોરબંદર (હ. દિલીપભાઈ સાજણભાઈ ઓડેદરા) 12.55 લાખ, હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (હ. રામદેવભાઈ મોઢવાડિયા) 12.55 લાખ, જયસાગર મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળી (હ. રણછોડભાઈ, મયુરભાઈ શિયાળ, મનુભાઈ મોદી) 12.55 લાખ, કોટેચા પરિવાર (કોટેચા વસ્ત્ર ભંડાર) (હ. અમિતભાઈ કીશોરભાઈ કોટેચા) 12.55 લાખ, કોટેચા પરિવાર (જે.કે. ટ્રેડર્સ) (હ.ભાવિકભાઈ કોટેચા) 12.55 લાખ, સાગરપુત્ર સમન્વય ટ્રસ્ટ (હ. પ્રવિણભાઈ ખોરાવા) 12.55 લાખ, સ્વ. અનુપભાઈ શેઠીયા (હ. નિરલભાઈ અનુપભાઈ શેઠીયા, વડાલા (કચ્છ)) 12.55 લાખ, બ્રીલીયન્ટ સી ગુલ પ્રા.લી. (હ. ભાવેશભાઈ મંકોડી) 12.55 લાખ, સ્વ. બાલુભા, સ્વ. વિજયસિંહ, સ્વ. જયશ્રીબા (હ. કુલદીપસિંહ અને સૂર્યદીપસિંહ જાડેજા) 12.55 લાખ, ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા અને શોભનાબેન ભીમાભાઈ મોઢવાડિયા (મુળ ગામ : વિસાવાડા હાલ યુ.એસ.એ.) 12.55 લાખ, અશ્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન આશા હોસ્પિટલ (હ. કેતનભાઈ ભરાણીયા) 6.05 લાખ અને તિરૂપતિ બાલાજી ગ્રુપ (પ્રદીપભાઈ ગોપલાની, મનીષભાઈ બાપોદરા, રાજેશભાઈ બામણીયા, રામજીભાઈ માંડલિયા, જીગ્નેશભાઈ પંડિત, રવિભાઈ અમરિલેયા) 6.05 લાખનું અનુદાન મળતા કુલ 1,50,15,000 રૂપિયાનું અનુદાન એકત્ર થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya