પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)ગુજરાત રાજ્યની સ્થાપનાના વર્ષ 2035માં 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે, ગુજરાત સરકારે MyGov.in પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદર જિલ્લાના તમામ યુવાઓ ,વિદ્યાર્થીઓ સહિત નાગરિકો ઉક્ત લોગો સ્પર્ધામાં જોડાવા અને ગુજરાતના 75 વર્ષની ભવ્ય યાત્રાનું પ્રતીક બનવા અપીલ કરવામાં આવી છે.
આ સ્પર્ધા માટે નિયત કરેલ ‘ગુજરાત@75’ ડિઝાઈનની થીમ પર લોગો બનાવવાનો રહેશે. આ લોગો સ્પર્ધામાં પસંદગી પામનાર શ્રેષ્ઠ ડિઝાઈનને ₹3 લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ 5 સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામા આવશે.
ઉલ્લેખનીય છે કે, સ્પર્ધક દ્વારા તૈયાર કરાયેલ લોગોમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, વિકાસ યાત્રા અથવા ઉજ્જવળ ભવિષ્ય હોવું જરૂરી છે. તેમજ Al નો ઉપયોગ કરીને મોકલવામાં આવેલી એન્ટ્રીઓ ગેરલાયક ઠરાવવામાં આવશે અને તૈયાર કરેલો લોગો તારીખ 28 જુલાઇથી 14 ઑગસ્ટ 2025 વચ્ચે MyGov.in પર સબમિટ કરવાનો રહેશે.આ સ્પર્ધામાં MyGov India અને MyGov Gujaratoli કર્મચારીઓ સિવાયના કોઇ પણ ભારતીય નાગરિક ભાગ લઇ શકશે તેમજ ગુજરાત @ 75 ડિઝાઈનની થીમ પર આકર્ષક લોગો તૈયાર કરીને તા. 28 જુલાઈથી 14 ઓગસ્ટ દરમિયાનhttps://mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર પણ લોગો ડિઝાઈન સબમિટ કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya