પોરબંદરના યુવાને રાજયકક્ષાની બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યું.
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)વડોદરાના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય કક્ષાની બેડમિન્ટન ચેમ્પિયનશિપ 19 જુલાઈથી 26 જુલાઈ 2025 સુધી યોજવામાં આવી હતી. આ ચેમ્પિયનશીપમાં 26 જુલાઈના રોજ U-17 મિક્સ ડબલ્સમાં પોરબંદરના રુદ્ર રાજુભાઈ ઓડેદરાએ બ્રોન્ઝ મેડલ
પોરબંદરના યુવાને રાજયકક્ષાની  બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યું.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)વડોદરાના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય કક્ષાની બેડમિન્ટન ચેમ્પિયનશિપ 19 જુલાઈથી 26 જુલાઈ 2025 સુધી યોજવામાં આવી હતી. આ ચેમ્પિયનશીપમાં 26 જુલાઈના રોજ U-17 મિક્સ ડબલ્સમાં પોરબંદરના રુદ્ર રાજુભાઈ ઓડેદરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાત બેડમિન્ટન એસોસિએશન (GBA) દ્વારા કરવામાં આવ્યું હતું. રુદ્ર ઓડેદરાની આ સિદ્ધિ પોરબંદર જિલ્લાના ઉત્સાહી રમતગમત સમુદાય માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. રુદ્રની આ સફળતા પોરબંદરના મહત્વાકાંક્ષી બેડમિન્ટન ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ પ્રેરણા પુરી પાડશે. સ્થાનિક રમતગમત સમુદાયના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “રુદ્રનું રમત પ્રત્યેનું સમર્પણ અને સખત મહેનત પર અમને ખૂબ ગર્વ છે, જેના કારણે અમારા જિલ્લામાં આ સન્માન આવ્યું છે.” “તેમની સફળતા પોરબંદર બેડમિન્ટનમાં વધતી જતી પ્રતિભાનો પુરાવો છે.” તેમ જણાવી જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ રુદ્રને અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande