કોલીખડા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત.
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરના કોલીખડા રોડ પર અકસ્માતની ઘટના બની હતી બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જતા કાકા-ભત્રીજો ઈજાગ્રસ્ત બન્યા હતા અને તેમને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બખરલા ગામે રહેતા અને મજુરી કામ કરતા નાથાભાઇ નાજાભાઈ માર
કોલીખડા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરના કોલીખડા રોડ પર અકસ્માતની ઘટના બની હતી બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જતા કાકા-ભત્રીજો ઈજાગ્રસ્ત બન્યા હતા અને તેમને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બખરલા ગામે રહેતા અને મજુરી કામ કરતા નાથાભાઇ નાજાભાઈ મારૂ અને તેમનો ભત્રીજો મોટરસાયકલ લઈ અને કોલીખડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન મોટરસાયકલ નં-જીજે-25-કે3422ના ચાલકે પોતાનો મોટરસાયકલ બેફિકરાઈથી ચાલવી અને નાથાભાઈના બાઈકને ઠોકર મારતા કાકા-ભત્રીજાને ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande