મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.)અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા અંતર્ગત મહેસાણા જિલ્લા કક્ષાની તરણ (સ્વિમિંગ) સ્પર્ધા કડીમાં યોજાઈ હતી, જેમાં મહેસાણા મહાનગરપાલિકા સંચાલિત અટલ સ્પોર્ટ્સ સંકુલના 10 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે. અંડર-14 અને અંડર-17 કેટેગરીમાં છ વિદ્યાર્થીઓએ ત્રણ-ત્રણ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અંડર-14 ભાઈઓમાં ચૌધરી વેદાંત શૈલેશભાઈ, ચૌધરી જય અરુણભાઈ અને રાવલ વીર જયેશકુમાર ત્રણેય ઇવેન્ટમાં પ્રથમ રહ્યા. અંડર-17માં ચૌધરી હેત જીગ્નેશભાઈ અને પરમાર શૌર્ય દિવ્યેશભાઈએ પોતપોતાની તમામ ઇવેન્ટ્સમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. બહેનોમાં ગોસ્વામી પ્રાર્થના, ચૌધરી સ્વરા અને ઠક્કર ઋત્વાએ પણ પ્રથમ ક્રમ હાંસલ કરી ઉત્તમ દેખાવ કર્યો છે . મોક્ષા કલ્પેશભાઈ અને પટેલ બ્રિયા એસ.એ દ્રિતીય ક્રમ મેળવ્યો. વિજેતાઓને કોચ અમૃતજી ઠાકોર અને ક્લબ સંચાલક નિકુંજ પટેલે શુભેચ્છાઓ આપી તેમનો સન્માનપૂર્વક અભિનંદન આપ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR