બોખીરા વિસ્તારમાં યુવાન પર મહિલા સહિત 4 લોકોએ હુમલો કર્યો.
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરના બોખીરા આવાસ યોજનામાં રહેતા આરીફ સતારભાઇ હાજીના નામના યુવાનની પત્નિ અને નાઝીર નાલબનની પત્નિ વચ્ચે બોલાચાલી થઈ હતી આ બનાવને લઈ સમીર યુનુસ કાદરી તથા શકિલ યુનુસ કાદરીએ સમાધાન કરવાના બહાને એક ડેલામાં બોલાવ્યો હતો ત્યાર બ
બોખીરા વિસ્તારમાં યુવાન પર મહિલા સહિત 4 લોકોએ હુમલો કર્યો.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરના બોખીરા આવાસ યોજનામાં રહેતા આરીફ સતારભાઇ હાજીના નામના યુવાનની પત્નિ અને નાઝીર નાલબનની પત્નિ વચ્ચે બોલાચાલી થઈ હતી આ બનાવને લઈ સમીર યુનુસ કાદરી તથા શકિલ યુનુસ કાદરીએ સમાધાન કરવાના બહાને એક ડેલામાં બોલાવ્યો હતો ત્યાર બાદ સમીર યુનુસ કાદરી, શકિલ યુનુસ કાદરી, નઝીર નાલબન અને તેમના નાના પુત્રએ પ્લાસ્ટીકના પાઈપ વડે હુમલો કરી મૂંઢ ઈજ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande