ગીર સોમનાથ 29 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ SOG એ પ્રભાસ પાટણના ભાલકા વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર કરતા ઇસમને ઝડપી પાડ્યો.હતો
SOG ના ઇન્ચાર્જ પીઆઈ એન. એ. વાઘેલાને મળેલ બાતમીના આધારે પોલીસે રેડ કરતા ગાંજાનો છોડ મળી આવ્યો હતો. પોલીસે કાનાભાઈ જેઠવા ( ઉં.વ.65) ને ગાંજાના 34 છોડ સાથે પકડી કુલ રૂ.13 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, આ ગાંજો વેચવા માટે નહીં પરંતુ ભાગ સહિતની વસ્તુઓમાં ઉપયોગમાં લેવા માટે ઉગાડવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ