પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરને શર્મશાર કરનાર સગીરા દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ તમામ આરોપીને ઝડપી લેવામા પોલીસેન સફળતા મળી છે. મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરા નામનો શખ્સો પોલીસથી નાસતો ફરતો હતો તેમને પણ અમદાવાદ ખાતેથી ઝડપી લેવામા લોકલ ક્રામઇ બ્રાન્ચને સફળતા મળી છે.
પોરબંદર-રાણાવાવ રોડ પર આવેલા વૃંદાવન પાર્ટીપ્લોટ ખાતે ગત તા. 22 જુલાઇના રોજ સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી જેમા કુલ ચાર આરોપી સામે ઉદ્યોગનગર વિસ્તારમા ફરીયાદ નોંધવામાં આવી હતી જેમા પોલીસે મલ્હારસિંહ રધુવીરસિંહ ચૌહાણ,મેરગ ઉફે મેરૂ જેઠા સિંધલ અને રાજુ ઉર્ફે રાજ લખમણ મુળીસીયાને ઝડપી લીધા હતા.જયારે જયરાજ સુંડાવદરા નામનો મુખ્ય આરોપી નાસતો ફરતો તેમને ઝડપી લેવા પોલીસે બે ટીમ બનાવી હતી જયરાજ અમદાવાદ હોવાની બાતમીના આધારે પોરબંદર એલસીબીએ અમદાવાદ ખાતે હોટલ, ઢાબા અને પીજીના સીસી ટીવી ચેક કર્યા હતા ત્યાર બાદ એસજી હાઈવે પર સ્વાદ ગાંઠીયા રથ પાસેથી જયરાજને ઝડપી લીધો અને તેમને પોરબંદર ખાતે લાવવામા આવ્યો હતો અને તેની પુછપરછ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya